Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra : વિદેશની ધરતી પર ભારતનું અપમાન કરે છે કોંગ્રેસ, PM મોદીના રાહુલ ગાંધી પર આકરા પ્રાહાર

કોંગ્રેસમાં દેશભક્તિની લાગણી મરી ગઈ છે : PM મોદી કોંગ્રેસ એટલે જૂઠ, છેતરપિંડી અને અપ્રમાણિકતા - PM મોદી કોંગ્રેસ દલિત વિરોધી છે, ખેડૂતોને દુર્દશામાં ધકેલી દીધા - PM મોદી PM નરેન્દ્ર મોદી કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે....
04:53 PM Sep 20, 2024 IST | Dhruv Parmar
  1. કોંગ્રેસમાં દેશભક્તિની લાગણી મરી ગઈ છે : PM મોદી
  2. કોંગ્રેસ એટલે જૂઠ, છેતરપિંડી અને અપ્રમાણિકતા - PM મોદી
  3. કોંગ્રેસ દલિત વિરોધી છે, ખેડૂતોને દુર્દશામાં ધકેલી દીધા - PM મોદી

PM નરેન્દ્ર મોદી કોંગ્રેસ પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ વિદેશી ધરતી પર ભારતનું અપમાન કરે છે. PM મોદીએ તેમની તાજેતરની US મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારની ટીકા કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે પ્રહાર કર્યા છે.

કોંગ્રેસમાં દેશભક્તિની લાગણી મરી ગઈ છે : PM મોદી

મહારાષ્ટ્ર (Maharashtra)ના વર્ધા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદીએ કહ્યું, 'આજની ​​કોંગ્રેસમાં દેશભક્તિની ભાવના મરી ગઈ છે. આજની કોંગ્રેસમાં નફરતનું ભૂત ઘુસી ગયું છે. વિદેશની ધરતી પર કોંગ્રેસના લોકોની ભાષા જુઓ, તેમનો દેશ વિરોધી એજન્ડા, સમાજને તોડવાની વાતો કરે છે, દેશની સંસ્કૃતિનું અપમાન કરે છે, આ તે કોંગ્રેસ છે જેને 'ટુકડે ટુકડે ગેંગ' અને 'અર્બન નક્સલ'ના લોકો ચલાવી રહ્યા છે. '

કોંગ્રેસ એટલે જૂઠ, છેતરપિંડી અને અપ્રમાણિકતા - PM મોદી

PM મોદીએ કહ્યું કે, તેમને પણ ગણેશ પૂજામાં સમસ્યા છે. અમે જોયું કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે કેવી રીતે પોલીસ વાનમાં ગણેશજીની મૂર્તિ રાખી હતી. PM મોદીએ કહ્યું, 'કોંગ્રેસનો અર્થ છે જૂઠ, છેતરપિંડી અને બેઈમાની. તેમણે તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે ખેડૂતો તેમની લોન માફ કરવા માટે ભટકી રહ્યા છે. આજે એ જૂની કોંગ્રેસ નથી રહી. દેશમાં આજે જો કોઈ સૌથી વધુ અપ્રમાણિક અને ભ્રષ્ટ પાર્ટી હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે. દેશમાં જો કોઈ સૌથી ભ્રષ્ટ પરિવાર હોય તો તે કોંગ્રેસનો રાજવી પરિવાર છે.

આ પણ વાંચો : 'જો આમ કરવામાં આવ્યું હોત તો આજે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ હોત' મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ દલિત વિરોધી છે...

PM મોદીએ કોંગ્રેસ પાર્ટી પર જાણીજોઈને નબળા જૂથોને પ્રગતિ ન થવા દેવાનો આરોપ લગાવ્યો. PM મોદીએ કહ્યું કે NDA સરકારે આ પછાત વિરોધી વિચારસરણીનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું, 'કોંગ્રેસ અને તેના સહયોગીઓએ જાણી જોઈને SC, ST અને OBC લોકોને આગળ વધવા દીધા નથી. કોંગ્રેસની આ દલિત વિરોધી અને પછાત વિરોધી વિચારસરણીને અમે સરકારી તંત્રમાંથી ખતમ કરી નાખી છે. ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે SC, ST અને OBC સમુદાયો વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ રહ્યા છે.

આ પણ વાંચો : Tirupati templeના લાડુ પ્રસાદ કેસમાં FSSAI કરશે તપાસ

MVA એ ખેડૂતોને દુર્દશામાં ધકેલી દીધા...

PM મોદીએ કહ્યું, 'જો અગાઉની સરકારોએ વિશ્વકર્મા ભાઈઓની કાળજી લીધી હોત તો આ સમાજની કેટલી મોટી સેવા થઈ હોત.' આ સાથે PM મોદીએ મહારાષ્ટ્ર (Maharashtra)ની અગાઉની મહા વિકાસ અઘાડી સરકાર પર પણ નિશાન સાધ્યું. PM મોદીએ MVA પર કપાસના ખેડૂતોને દુર્દશામાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો. PM મોદીએ કહ્યું કે મહારાષ્ટ્ર (Maharashtra)માં દાયકાઓ સુધી કોંગ્રેસ અને બાદમાં મહા વિકાસ આઘાડી સરકારે કપાસને મહારાષ્ટ્ર (Maharashtra)ના ખેડૂતોની તાકાત બનાવવાને બદલે તેમને દુર્દશામાં ધકેલી દીધા, ખેડૂતોના નામે રાજકારણ રમ્યું અને ભ્રષ્ટાચાર કર્યો.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટની Youtube ચેનલ હેક થઈ, ક્રિપ્ટોકરન્સી સંબંધિત વીડિયો થયા અપલોડ

Tags :
BJPCongressGujarati NewsIndiaNationalpm modiPM modi on CongressPM Modi Target CongressPrime Minister Narendra Modi in MaharashtraTukde Tukde gang urban naxals
Next Article