Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Maharashtra : 24 કલાકમાં 31 મોત... આ હોસ્પિટલમાં વર્ષોથી ચાલી રહ્યો છે આવો સિલસિલો, ડોક્ટરોએ આપ્યું ચોંકાવનારૂ નિવેદન

મહારાષ્ટ્રના નાંદેડની શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31 લોકોના મોત થયા છે. મૃતકોમાં 15 બાળકો અને 16 વયસ્કોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દવાઓની સપ્લાયના અભાવ...
01:05 PM Oct 03, 2023 IST | Dhruv Parmar

મહારાષ્ટ્રના નાંદેડની શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 31 લોકોના મોત થયા છે. મૃતકોમાં 15 બાળકો અને 16 વયસ્કોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દવાઓની સપ્લાયના અભાવ અને સમયસર સારવાર ન મળવાને કારણે લોકો સતત મૃત્યુ પામી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલોમાં હેફકિન્સ કંપની દ્વારા દવાઓનો સપ્લાય કરવામાં આવે છે. આ સપ્લાય થોડા દિવસો માટે બંધ છે. હવે હોસ્પિટલમાં 31 લોકોના મોત બાદ સરકારે તપાસ સમિતિની રચના કરી છે. આ કમિટી મૃત્યુના કારણોની તપાસ કરશે અને સરકારને રિપોર્ટ સોંપશે.

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે શું કહ્યું?

આ મામલે સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ, વાકોડેએ જણાવ્યું કે અહીં 70 થી 80 કિલોમીટરના વિસ્તારના તમામ ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવે છે. સોમવારે 12 નવજાતના મોત થયા હતા. હૃદયરોગના કારણે 4 અને સર્પ કરડવાથી 3 ના મોત થયા હતા. તેમણે કહ્યું કે ઘણા લોકોના ટ્રાન્સફરને કારણે થોડી મુશ્કેલી આવી છે પરંતુ સારવારમાં કોઈ કમી નથી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, હેફકિન્સ કંપનીમાંથી દવાઓ ખરીદવાની હતી પરંતુ તે થઈ નથી જેના કારણે સમસ્યા સર્જાઈ રહી છે. તેમણે કહ્યું કે દવાઓ માટે પસાર કરાયેલા બજેટ મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થવાને કારણે પૈસાની અછત છે. આવી સ્થિતિમાં પણ કોઈ ગંભીર દર્દી માટે દવાઓની અછત નથી. જરૂર જણાય તો અમારા સ્તરે દવાઓ ખરીદીને આપવામાં આવે છે. ગંભીર દર્દીઓ માટે અહીં બજેટ પ્રમાણે દવાઓ ઉપલબ્ધ છે.

કોંગ્રેસે તપાસની માંગ કરી છે

આ ઘટના અંગે કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ અશોક ચૌહાણે કહ્યું કે, મને સમાચાર મળતા જ હું તરત જ હોસ્પિટલ પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. હજુ પણ 70 લોકો ગંભીર રીતે ઘાયલ છે. તેમણે કહ્યું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ. હોસ્પિટલમાં દવાઓ ઉપલબ્ધ નથી અને ઘણા દર્દીઓ ગંભીર છે. દર્દીઓને સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર પાસે માંગણી છે.

તબીબ બાળકને જોવા દેતા નથી: પરિવાર

હોસ્પિટલમાં દાખલ બાળકની માતાએ જણાવ્યું કે, અમે ચાર દિવસ પહેલા બાળકને આ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અમને બાળકીને જોવાની પણ મંજૂરી આપવામાં આવી રહી નથી, તેને પેટમાં તકલીફ છે. ડૉક્ટરે કહ્યું છે કે કંઈક ઈન્ફેક્શન છે, જોઈ લઈશું. અમને ખબર નથી કે બાળક ઠીક છે કે નહીં. તબીબો યોગ્ય રીતે સારવાર કરતા નથી.

આ પણ વાંચો : PM મોદીને મળેલી આ ગિફ્ટોને તમે ઘરે લાવી શકશો, જેની કિંમત 100 રૂપિયાથી લઈને 64 લાખ રૂપિયા સુધી…

Tags :
Indiamaharashtra newsnanded government hospitalnanded hospitalNationalshankarrao chavan hospital
Next Article