Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahadev App Case : મહાદેવ એપ મુદ્દે રાજકારણ ગરમાયું, ભૂપેશ બઘેલે ભાજપ પર પ્રહારો કર્યા તો ભાજપે કર્યો વળતો પ્રહાર

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 મી ઓક્ટોબર એટલે કે મંગળવારના રોજ થવાનું છે. મતદાન પહેલા મહાદેવ એપનો મુદ્દો ચૂંટણીનો મોટો મુદ્દો બની રહ્યો છે. આ મુદ્દે ભાજપ સતત ભૂપેશ બઘેલને ઘેરી રહ્યું છે. ED ના દાવાના આધારે ભાજપ આરોપ લગાવી...
06:08 PM Nov 06, 2023 IST | Dhruv Parmar

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન 7 મી ઓક્ટોબર એટલે કે મંગળવારના રોજ થવાનું છે. મતદાન પહેલા મહાદેવ એપનો મુદ્દો ચૂંટણીનો મોટો મુદ્દો બની રહ્યો છે. આ મુદ્દે ભાજપ સતત ભૂપેશ બઘેલને ઘેરી રહ્યું છે. ED ના દાવાના આધારે ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે મહાદેવ એપના પ્રમોટરે ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા હતા. જો કે હવે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે આ મુદ્દે ભાજપને ઘેરી લીધું છે. તેમણે કહ્યું કે ED અને BJP મહાદેવ એપના માલિકને બચાવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વળતો પ્રહાર કર્યો અને ભૂપેશ બઘેલને ચતુર વ્યક્તિ કહ્યા.

ભૂપેશ બઘેલે કહ્યું કે, આ સમગ્ર મામલામાં ભાજપ સીધી રીતે સામેલ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં 17 નવેમ્બરે મતદાન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી દરરોજ એક નવો વ્યક્તિ આ મામલે આગળ આવશે અને નવો દાવો કરશે. વાસ્તવમાં, બઘેલ મહાદેવ એપના કથિત માલિક શુભમ સોનીના વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. શુભમનો આ વીડિયો શેર કરીને ભાજપે બઘેલ પર નિશાન સાધ્યું હતું. આ વીડિયોમાં શુભમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવા અને તેને મળવાની વાત કરતો જોવા મળી રહ્યો છે.

સોમવારે મીડિયા સાથે વાત કરતા સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે તેની તપાસ બે વર્ષથી ચાલી રહી છે. જ્યાં સુધી ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ નહીં મુકાય ત્યાં સુધી કંઈ અટકશે નહીં. ઓનલાઈન સટ્ટાબાજી કરનારા લોકોના લાખો નકલી એકાઉન્ટ છે. કેન્દ્ર સરકારે તેમની ઓળખ કરીને તેમને રોકવા જોઈએ. ભૂપેશ બઘેલે વધુમાં કહ્યું કે, રાજકીય લાભ લેવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. સરકાર આ એપ અને આવી અન્ય એપ પર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી. સમગ્ર દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી બંધ થવી જોઈએ.

સીએમ બઘેલે વધુમાં કહ્યું કે, કેટલીક ન્યૂઝ ચેનલોએ એક વીડિયો બતાવ્યો છે જેમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તે મને મળ્યો હતો અને મેં તેને સુરક્ષાની ખાતરી આપી હતી અને તેને દુબઈ જઈને બિઝનેસ કરવાનું પણ સૂચન કર્યું હતું. મને આશ્ચર્ય થાય છે કે તમામ જવાબદાર ટીવી ચેનલો કયા આધારે અજાણ્યા વ્યક્તિનું નિવેદન ચલાવી રહી છે? બસ એમાં મારું નામ છે એટલે? શું આ બદનક્ષીનો કેસ નથી?

તેમણે કહ્યું કે આ વીડિયો કેમ અને કેવી રીતે આવ્યો તે રહસ્ય નથી અને એ સમજવું પણ મુશ્કેલ નથી કે આ પ્રકારનું નિવેદન માત્ર ચૂંટણી સમયે ભાજપને ફાયદો કરાવવા માટે આપવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ એ પણ સમજે છે કે આ EDને હથિયાર બનાવીને કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં ભાજપ હવે EDની મદદથી ચૂંટણી લડી રહી છે અને મને બદનામ કરવા EDનો ઉપયોગ કરી રહી છે.

જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે બઘેલને ઘેરી લીધો હતો

મહાદેવ એપનો મુદ્દો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો છે. અહીં ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભૂપેશ બઘેલ ખૂબ જ હોંશિયાર છે. તેઓ પ્રક્રિયાને બાયપાસ કરવાનો પ્રયાસ કરશે. પરંતુ અમે નિયમ મુજબ કાર્યવાહી કરી રહ્યા છીએ. અમે આમાં સામેલ તમામ આરોપીઓને પકડીશું અને એપને પ્રતિબંધિત કરીશું. તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : દિલ્હી-NCR માં ભૂકંપનો ઝટકો અનુભવાયો, લોકો ઘરની બહાર નીકળ્યા

Tags :
Bhupesh Baghelchhattisgarh cm bhupesh baghelCM Bhupesh BaghelIndiaMahadev Appmahadev app bettingmahadev app betting casemahadev app casENational
Next Article