3D Image: તમે જાણો છો આ કોણ છે? મહાન ‘ચાણક્ય’ કે પછી MS Dhoni?
3D Image: અત્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહીં છે. વૈજ્ઞાનિકોના જૂથે ભારતીય ફિલોસોફર ચાણક્યની એક 3D તસવીર બનાવી છે. અહીં મહત્વની વાત એ છે કે, આ 3D તસવીરમાં ચાણક્ય ભારતના ભૂતપૂર્વ સુકાની અને વર્તમાન CSK કેપ્ટન એમએસ ધોની જેવી જ દેખાઈ રહ્યાં છે. આ સમાચાર અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહીં છે. સોશિયલ મીડિયામાં લોકો એમએસ ધોનીને ચાણક્ય સાથે સરખાવી રહ્યાં છે.
ચાણક્ય એટલે ભારતના મહાન અર્થશાત્રી
ઉલ્લેખનીય છે કે, ચાણક્ય એક પ્રાચીન ભારતીય વ્યક્તિ હતા જેઓ એક શિક્ષક, લેખક, વ્યૂહરચનાકાર, ફિલસૂફ, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી તરીકે સક્રિય હતા અને તેમના શાણપણ માટે પ્રખ્યાત હતા. ઈતિહાસમાં એવું પણ લખ્યું છે કે, તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં શાહી સલાહકાર તરીકે સેવા આપી હતી. તેમની સૌથી પ્રસિદ્ધ કૃતિ અર્થશાસ્ત્ર છે, જે રાજકારણ પરનું એક લોકપ્રિય પુસ્તક છે, જે ત્રીજી સદી બીસીઇ વચ્ચે લખાયેલું છે.
વૈજ્ઞાનિકોએ ચાણક્યની તસવીર બનાવી છે
સોશિયલ મીડિયા પર એક ટ્વીટ વાયરલ થઈ છે, જેમાં યુઝરે દાવો કર્યો છે કે બિહારની મગધ ડીએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ચાણક્યની તસવીરો લીધી છે અને તે એમએસ ધોની જેવો દેખાતો હતો. ટ્વીટમાં લખ્યું હતું કે, ‘મગધ ડીએસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ 3D મોડલનું પુનઃનિર્માણ કર્યું છે કે અર્થશાસ્ત્રના લેખક ચાણક્ય કેવા દેખાતા હશે.’
MS Dhoni ને લોકોએ ક્રિકેટના 'ચાણક્ય' તરીકે ઓળખાવ્યાં
ચાહકો અને ટીકાકારોએ ઘણી વખત એમએસ ધોનીને ક્રિકેટના 'ચાણક્ય' તરીકે ઓળખાવ્યા છે. કારણ કે CSK કેપ્ટનના ચતુર મગજ અને અકલ્પનીય નિર્ણય લેવાની ક્ષમતાને કારણે તેની ટીમને ઘણી વખત ફળ મળ્યું છે અને ટીમને ઘણો ફાયદો પણ થયો છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે, એમએસ ધોનીનો ‘ચાણક્ય’થી મળતો આવતો હશે. જોકે, આ બાબતે કોઈ ચોક્કસ પુરાવા નથી માટે તેનું નિશ્ચિતપણે તો ના જ કહીં શકાય કે, ચાણક્ય અને ધોનીનો ચહેરો મળતો આવતો હશે.
ગુજરાત ફર્સ્ટ દ્વારા આની કોઈ પુષ્ઠી કરવામાં આવતી નથી.