Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Durga Puja : બાંગ્લાદેશમાં મંદિરોના રક્ષણ માટે મદરેસાના......

બાંગ્લાદેશની વચગાળાની સરકારે દુર્ગા પૂજા દરમિયાન અશાંતિ ફેલાવનારાઓને કડક ચેતવણી આપી જો કોઈ પૂજા સ્થાનો પર ખલેલ પહોંચાડશે તો અમે તેને છોડીશું નહીં દુર્ગા પૂજા દરમિયાન સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિદ્યાર્થીઓને તૈનાત કરવાના આદેશ ખાલિદ...
07:59 AM Sep 09, 2024 IST | Vipul Pandya
Durga Puja in Bangladesh pc google

Durga Puja : બાંગ્લાદેશમાં હસીના સરકારના પતન બાદ હિન્દુઓ પર થયેલા હુમલા અને અત્યાચાર બાદ બાંગ્લાદેશની વચગાળા સરકાર હવે હરકતમાં આવી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે દુર્ગા પૂજા દરમિયાન અશાંતિ ફેલાવનારાઓને કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે તે દુર્ગા પૂજા (Durga Puja) દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓને બક્ષશે નહીં. આ સાથે દુર્ગા પૂજા દરમિયાન સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને મંદિરોની સુરક્ષા માટે મદરેસાના વિદ્યાર્થીઓને તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

જો કોઈ પૂજા સ્થાનો પર ખલેલ પહોંચાડશે તો અમે તેને છોડીશું નહીં

પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશના ધાર્મિક બાબતોના સલાહકાર અબુલ ફૈઝ મુહમ્મદ ખાલિદ હુસૈન રવિવારે કાલી મંદિરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'જો કોઈ પૂજા સ્થાનો પર ખલેલ પહોંચાડશે અથવા પૂજા કરી રહેલા લોકોને હેરાન કરશે તો અમે તેને છોડીશું નહીં. અમે તેમને કાયદાના દાયરામાં લાવીશું અને કડક કાર્યવાહી કરીશું. તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને 12મી ઓક્ટોબરે સમાપ્ત થશે. બાંગ્લાદેશમાં 8-9 ઓક્ટોબરે દુર્ગા પૂજા માટે ભારે ઉત્સાહ જોવા મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો---Bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા, 50થી વધુ લોકો અથડામણમાં થયા...

ખાલિદ હુસૈને હિન્દુઓને શું કહ્યું?

મંદિરની મુલાકાત દરમિયાન ખાલિદ હુસૈને હિંદુ સમુદાયના લોકોને હિંદુ તહેવારો ઉત્સાહ સાથે ઉજવવા વિનંતી કરી હતી. સાથે જ ખાતરી આપી છે કે તેમના મંદિરોને કોઈ નુકસાન થવા દેવામાં આવશે નહીં. ખાલિદ હુસૈને કહ્યું, 'જો તમે તમારા મંદિરોની સુરક્ષાને લઈને ચિંતિત છો તો નિશ્ચિંત રહો, કોઈ પણ ગુનેગાર આમાં સફળ નહીં થાય. મંદિરોની સુરક્ષા માટે સ્થાનિક લોકોની સાથે અમે મદરેસાના વિદ્યાર્થીઓને પણ તૈનાત કર્યા છે. આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી કરતા આપણને કોઈ રોકી શકે નહીં.

ખાલિદ હુસૈને અધિકારીઓ સાથે બેઠક યોજી

ખાલિદ હુસૈને કહ્યું, વચગાળાની સરકાર બાંગ્લાદેશને ભેદભાવ મુક્ત અને સાંપ્રદાયિકતા મુક્ત દેશમાં બદલવા માંગે છે. અમારો ઉદ્દેશ્ય સુરક્ષિત અને સમૃદ્ધ સમાજ બનાવવાનો છે. વચગાળાની સરકારના સલાહકારે પણ શનિવારે રાજશાહી સર્કિટ હાઉસમાં શાંતિપૂર્ણ દુર્ગા પૂજાને લઈને બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો---Bangladesh માં પત્રકારનો મૃતદેહ તળાવમાંથી મળ્યો, મોત પહેલા બે....

Tags :
BangladeshDurga PujaDurga Puja in BangladeshKhalid HussainMadrasa Students
Next Article