Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મધ્ય પ્રદેશ : 50 કલાકની મહેનત નિષ્ફળ, બોરવેલમાં પડી ગયેલા માસૂમનું મોત

મધ્યપ્રદેશના સિહોરમાં એક માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી હતી. 50 કલાકની મહેનત પછી પણ NDRFની ટીમ માસૂમ સૃષ્ટિને બચાવી શકી નથી. આ રેસ્ક્યુ ઓપરેશન માટે રેસ્ક્યુ ટીમે દિવસ-રાત મહેનત કરી હતી. અંતે NDRFની ટીમ અને અન્ય લોકોએ મળીને બાળકીને બોરવેલમાંથી...
મધ્ય પ્રદેશ   50 કલાકની મહેનત નિષ્ફળ  બોરવેલમાં પડી ગયેલા માસૂમનું મોત

મધ્યપ્રદેશના સિહોરમાં એક માસૂમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી હતી. 50 કલાકની મહેનત પછી પણ NDRFની ટીમ માસૂમ સૃષ્ટિને બચાવી શકી નથી. આ રેસ્ક્યુ ઓપરેશન માટે રેસ્ક્યુ ટીમે દિવસ-રાત મહેનત કરી હતી. અંતે NDRFની ટીમ અને અન્ય લોકોએ મળીને બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી હતી.

Advertisement

એક અધિકારીએ જણાવ્યું કે, સહકર્મીઓની મદદથી છોકરીને તાત્કાલિક બોરવેલમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ તે બાદ સમાચાર આવ્યા કે બાળકીને બચાવી શકાઈ નથી.

તમને જણાવી દઈએ કે, બુધવારથી શરૂ થયેલા બચાવ અભિયાન વચ્ચે ગુરુવારે સવારે રોબોટિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 100 ફૂટ અંદર ફસાઈ જવાથી બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તેને છેલ્લા ત્રણ દિવસથી પાઈપ દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

Advertisement

યુવતી 20 ફૂટથી લપસીને 100 ફૂટ નીચે જતાં તેને બચાવવાનું કામ વધુ મુશ્કેલ બની ગયું હતું. તેને બચાવવા માટે સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમો દિવસ-રાત અભિયાનમાં લાગેલી હતી. બચાવ કામગીરી દરમિયાન ગુરુવારે અચાનક જોરદાર તોફાન સાથે પવન ફૂંકાવા લાગ્યો હતો. હળવો વરસાદ પણ પડ્યો હતો. આ બધાને કારણે બચાવ કાર્યમાં અડચણ ઉભી થઈ હતી. જોકે, NDRF અને SDRFની સાથે રોબોટિક ટીમે ગુરુવારે સાંજે બાળકીને બહાર કાઢી હતી. આ પછી પણ તેને બચાવી શકાઈ નહતી.

આ પણ વાંચો : બિહાર : 24 કલાકથી બ્રિજના પિલરમાં ફસાયો 12 વર્ષનો કિશોર, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Advertisement

Tags :
Advertisement

.