Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Madhavpur: મધુવનમાં માધવના ભવ્ય લગ્નની તૈયારી, મયુર પંખે લગ્ન લખાયા

Madhavpur: આજે ધુળેટી પર્વની નિમિતે પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીની મોર પીંછથી લગ્ન કંકોત્રી લખાવામાં આવી હતી. માધવપુરમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણના નિજ મંદિરે ભગવાનને વરણાંગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઇના સૂર સાથે મુખ્ય બજારમાં થઇ મધુવનમાં આવેલ...
madhavpur  મધુવનમાં માધવના ભવ્ય લગ્નની તૈયારી  મયુર પંખે લગ્ન લખાયા

Madhavpur: આજે ધુળેટી પર્વની નિમિતે પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીની મોર પીંછથી લગ્ન કંકોત્રી લખાવામાં આવી હતી. માધવપુરમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણના નિજ મંદિરે ભગવાનને વરણાંગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઇના સૂર સાથે મુખ્ય બજારમાં થઇ મધુવનમાં આવેલ રૂક્ષ્મણીજીના પિયર પહોંચી, પરંપરા મુજબ મોરપીંછથી ભગવાન શ્રી કૃષ્ણની લગ્નની કંકોત્રી લખાઇ હતી.

Advertisement

રામનવમીથી શ્રી કૃષ્ણનાં લગ્નોત્સવનો પ્રારંભ થશે

માધવપુરમાં વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી ચૈત્રમાસમાં કરવામાં આવે છે. રામનવમીનાં દિવસથી ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્નોત્સવનો પ્રારંભ થાય છે. ત્રણ દિવસ સુધી માધવરાય મંદિરેથી ભગવાનની વરણાંગી નિકળે છે. બારસનાં દિવસે ભગવાનનાં લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કડછ ગામનાં લોકો મામેરૂ લઇ અને માધવરાયના મંદિરે પહોંચે છે. આ સાથે સાંજે નીજ મંદિરેથી ઠાકોરજીની જાન નિકળે છે. ઠાકોરજીનું સ્વરૂપે જયારે માધવરાય નીજ મંદિરેથી બહાર નિકળે છે. ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવે છે.

મધુવનમાં માધવની લગ્ન કંકોત્રી

આજે ૨૫ તારીખના રોજ ભગવાનની લગ્ન કંકોત્રી લખાય હતી. સૌપ્રથમ માધવપુરમાં જયા ભગવાન માધવરાય તરીકે બિરાજે તે નિજ મંદિરેથી સાજના સમયે ભગવાનને વરણાંગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઇના સૂર સાથે મુખ્ય બજારમા થઇ મધુવનમાં પહોચે છે.રૂક્ષ્મણીજીના પિયરે પહોંચતા પહેલા ચોરીમાયરા પાસે આવેલા રાયણના ઝાડ ઉપર શ્રીકૃષ્ણ ભગવાનને ઝુલાવવામાં આવ્્યા હતા.ભક્તો ઠાકોરજી સાથે ફુલડોલ રમવાનો અને ઝુલાવવાનો લાભ મળ્યો હતો. ફુલડોલ એટલે સર્વે ભાવિક-બહેનો શ્રી કૃષ્ણ પ્રભુને અબીલ ગુલાલ લગાવી તેમની સાથે હોળી રમીયા હતા.ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુની વરણાંગી રૂક્ષ્મણી માતાના પિયરે પહોંચી હતી. ત્યા જુની પરંપરા મુજબ વિધિવત ર્ મોરપીંછ ર્ કંકોત્રી લખાવામાં આવી હતી.બહેનોએ કંકોત્રીના ગીતો ગાયા હતા.ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુ નીજ મંદિરે પધાર્યા હતા.

Advertisement

માધવરાયના વિવાહ ઉત્સવસાથે રાષ્ટ્રિય કક્ષાનો મેળો

માધવપૂરમાં ભગવાનના લગ્નોત્સવ ચૈત્રસુદ નોમ, દશમ, અગીયારસ એટલે ૧૭ એપ્રિલ થી માર્ચ ૨૧ એપ્રિલ સુધી ભગવાનની વરણાંગી અને ફુલેકુ ચૈત્રસુદ બારસનાં રોજ વિવાહ ઉત્સવ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુર ખાતે રાષ્ટ્રિયકક્ષાનો મેળો ૧૭થી ૨૦ એપ્રિલ સુધી યોજાશે. મેળાને લઈને પોરબંદર જિલા વહીવટી વિભાગે તૈયારી પણ શરૂ કરી દીધી છે.આ રીતે વર્ષે ભગવાનનો વિવાહ ઉત્સવ યોજાશે.

Advertisement

માધવપુરમાં આવેલા અનેક પૌરાણિક સ્થળો

પોરબંદર જિલ્લાનાં માધવપુરમાં માધવરાયજીનું પૌરાણકિ મંદિર આવેલું છ. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી માધવપુરનાં મધુવનમાં લગ્ન કર્યા હતાં. અને વર્ષોથી માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સ્વની ઉજવણી કરવામાં આવે છે. રામનવમીનાં દિવસથી ભગવાનનાં લગ્નોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. ત્રણ દિવસ સુધી ભગવાનની વર્ણાંગી નિકળશે. અને બારસનાં રોજ ભગવાન પરણવા માટે જશે. ઐતિહાસીક દ્રષ્ટીએ માધવપુરનું ખુબજ મહત્વ રહેલું છે. અહીં રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. આ ઉપરાંત બ્રહ્મકુંડ, મહાપ્રભુજીની બેઠક, ઓસો આશ્રમ, ચોરીમારીયા સહિતનાં અનેક પૌરાણિક સ્થાનો આવેલા છે.

અહેવાલ : કિશન ચૌહાણ, માધવપુર

આ પણ વાંચો: Bhavnagar Check Dam: ધૂળેટીના દિવસે 3 યુવાનો પર મોતનું મોજું ફરી વળ્યું

આ પણ વાંચો: Chhotaudepur Chul Fair: મનોકામનાઓ પૂર્ણ થતા શ્રદ્ધાળુઓ ચુલના મેળામાં ધગધગતા અંગારા પર દોડ્યા

આ પણ વાંચો:  Mehsana : વિસનગરની અનોખી ખાસડા હોળી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.