Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંકક પ્રસરી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલના ગોધરામાં સવારે 10 વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા...
03:52 PM Jun 24, 2023 IST | Hiren Dave

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલના ગોધરામાં સવારે 10 વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગોધરા APMCમાં શાકભાજીના થેલા વરસાદી પાણીમાં વહેતા થયા છે.

 

ખેડાના નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નડિયાદ ના રબારીવાડ વિસ્તાર, વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા છે. નડિયાદના ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા લોકો અને વાહનો લઈને જતા નાગરિકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. મોડાસાના ડીપ, ચારરસ્તા, માલપુરરોડ સહિત વિસ્તારમાં વરસાદ છે. ગ્રામ્ય પંથક સબલપુર,લાલપુર સહિતના પંથકમાં વરસાદ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકક પ્રસરી છે.


ડાંગ જિલ્લામાં ચોમાસાના વધામણાં
ડાંગ જિલ્લામાં બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહી મુજબ થયેલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત થઈ હતી.

આપણ  વાંચો -ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલ પટેલે આ તારીખે કરી ભારે વરસાદની આગાહી

 

Tags :
GujaratheavyIMDRainrainfallinstatesrainforcastWeatherUpdate
Next Article