Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MORBI : મચ્છુ-1 ડેમ થયો ઓવરફ્લો, 25 ગામને કરાયા એલર્ટ

મોરબીના વાંકાનેરના મચ્છુ-1 ડેમ છલકાયો મોરબી અને વાંકાનેરના 25 ગામને એલર્ટ મચ્છુ-1 ડેમમાં 1991 ક્યૂસેક પાણીની આવક ડેમમાંથી છોડાઈ રહ્યું છે 100 ક્યૂસેક પાણી ઢુવા, હોલમઢ, જાલસિકા, મહિકા ગામને એલર્ટ ગારિયા, મકનસર, અદેપર ગામને એલર્ટ લખધીરનગર, લીલાપર ગામને પણ...
12:18 PM Jul 26, 2023 IST | Hiren Dave

 

મોરબીમાં વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં સતત ઉપવાસમાં સારા વરસાદના કારણે નવા નીરની આવક થતાં 135.33 મીટરની સપાટીએ છલોછલ ભરાઈ' ગયો છે ત્યારે હાલમાં મચ્છુ 1 ડેમમાં 1991 ક્યુસેક પાણી આવક થતાં ડેમ માંથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે મોરબી અને વાંકનેરના તાલુકાના 25  ગામોને હાઈ એલર્ટ  કરવામાં  આવ્યા છે.

 

મચ્છુ 1 ડેમની ઉપરવાસની આવકને પગલે ડેમની સંગ્રહશક્તિના 100 ટકા ડેમ ભરાઈ ગયો છે. જેથી મોરબી અને વાંકાનેર તાલુકાના 25 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા,જોધપર, પાજ,રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, વઘાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર,  ઢુવા અને ધમલપર, મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો- કોણ છે આ અમદાવાદની ડ્રગ્સ માફિયા મહિલાઓ, જાણો આ અહેવાલમાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

 

Tags :
25 villages on high alertMachchu 1 dammorbiOverflowWankaner
Next Article