Ludhiana Accident : લુધિયાણામાં બે કાર વચ્ચે અથડામણ બાદ આગ લાગતા ACP સહિત એકનું મોત...
પંજાબના લુધિયાણા (Ludhiana)માંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જિલ્લાના સમરાલા તાલુકા નજીક દિયાલપુરા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત (Ludhiana Accident) સર્જાયો હતો. ફોર્ચ્યુનર કાર અને સ્કોર્પિયો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માત (Ludhiana Accident)માં ફોર્ચ્યુનર કારમાં આગ લાગતાં ACP અને તેમના ગનમેનનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઇવર પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઇજાગ્રસ્ત ડ્રાઇવરની હાલત ગંભીર...
આ ઘટના શુક્રવારે મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યે બની હતી. મૃતક ACP ની ઓળખ સંદીપ સિંહ અને ગનમેન પરમજોત સિંહ તરીકે થઈ છે. ઘાયલ ડ્રાઈવર ગુરપ્રીત સિંહની હાલત નાજુક છે. મળતી માહિતી અનુસાર, લુધિયાણા (Ludhiana) ઈસ્ટર્ન સબ-ડિવિઝનમાં તૈનાત ACP સંદીપ સિંહ તેમના ગનમેન પરમજોત સિંહ અને ડ્રાઈવર ગુરપ્રીત સિંહ સાથે ફોર્ચ્યુનર કારમાં ચંદીગઢથી લુધિયાણા (Ludhiana) પરત ફરી રહ્યા હતા.

સમરાલા પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતમાં બંને વાહનોમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એએસપી અને ગનમેનને બચાવી શકાયા ન હતા.
સંદીપ સિંહ 2016 બેચના PPS અધિકારી હતા...
તેમની કાર સમરાલા નજીકના દયાલપુરા ગામ પાસે હાઈવે પર પહોંચી ત્યારે પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયોએ તેમને ટક્કર મારી હતી. આ અથડામણમાં ACPની કારમાં આગ લાગી હતી. લુધિયાણા (Ludhiana)ની ડીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડૉક્ટરોએ બંને પોલીસ કર્મચારીઓને મૃત જાહેર કર્યા હતા. સંદીપ લુધિયાણા પહેલા સંગરુરમાં પોસ્ટેડ હતા. સંદીપ 2016 બેચનો PPS અધિકારી હતો અને પંજાબના મોહાલીનો રહેવાસી હતો.
આ પણ વાંચો : PM Modi : ‘આપ કી અદાલત’ જોયા બાદ પીએમ મોદીએ માધવી લતા વિશે tweet કર્યું, કહી આ મોટી વાત…
આ પણ વાંચો : JP Nadda : દિલ્હીથી ચોરાયેલી જેપી નડ્ડાની ફોર્ચ્યુનર કાર વારાણસીથી મળી, નાગાલેન્ડ મોકલવાની હતી તૈયારી…
આ પણ વાંચો : Earthquake In Ladakh : જમ્મુ-કશ્મીર બાદ લદાખમાં પણ ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતા…