ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LPG : રેસ્ટોરન્ટનું જમવાનું પડશે મોંઘું, આજથી કોમર્શિયલ સિલીન્ડરમાં થયો ભાવ વધારો

નવા મહિનાની શરૂઆત સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો LPG : નવા મહિનાની શરૂઆત સાથે જ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી...
09:28 AM Nov 01, 2024 IST | Vipul Pandya
LPG cylinder price hike

LPG : નવા મહિનાની શરૂઆત સાથે જ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IOCLની વેબસાઈટ અનુસાર, નવા દરો આજથી 1 નવેમ્બર, 2024થી લાગુ થઈ ગયા છે.

19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. તેલ કંપનીઓ તેમના ખર્ચ અને મોંઘવારી પ્રમાણે એલપીજી ગેસના ભાવમાં વધારો કરે છે. આ વખતે 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1740 રૂપિયાથી વધીને 1802 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો----ચીન અને ભારતની સેનાએ LAC પર એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, મીઠાઈ ખવડાવી મોં મીઠુ કર્યું

મુંબઈમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1692.50 રૂપિયાને બદલે 1754 રૂપિયામાં મળશે

કોલકાતામાં સિલિન્ડરની કિંમત 1850.50 રૂપિયાથી વધીને 1911.50 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1692.50 રૂપિયાને બદલે 1754 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં આ સિલિન્ડરની કિંમત 1903 રૂપિયાથી વધીને 1964 રૂપિયા થઈ ગઈ છે.

મોંઘવારીમાં લોકોને આંચકો

સરકારી તેલ કંપનીઓ મહિનાની પ્રથમ તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે જે તહેવારોની મોસમ છે. આ મહિનાથી લગ્નની સિઝન પણ શરૂ થઈ રહી છે અને આ મહિનાની પહેલી તારીખથી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં નવી કિંમત 1802 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે જે પહેલા 1740 રૂપિયા હતી.

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારાની અસર રેસ્ટોરાંમાં જમવા પર પડી શકે છે. રેસ્ટોરન્ટ્સ તેમના ફૂડ રેટમાં વધારો કરી શકે છે.

આ પણ વાંચો---Rules Change : આ વાંચી લો, દિવાળીની રાતથી બધુ બદલાઇ જશે

Tags :
Commercial CylinderCommercial LPG CylindercylinderDomestic cylinderDomestic cylindersFood expensivegovernment oil companyImpact of cylinder price hikeInflationPrice Hike
Next Article