London : પાવર સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ
- પાવર સબસ્ટેશનમાં આગથી પુરવઠો ખોરવાયો
- એરપોર્ટ પર વીજ પુરવઠો ખોરવાતા હડકંપ
- સેવા પૂર્વવત થવામાં વધુ સમય લાગી શકે છે
London Heathrow Airport : લંડનના હીથ્રો એરપોર્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે નજીકના ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી તે લગભગ 24 કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ પર જતી અને આવતી બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હીથ્રોમાં વીજળી ગુલ
એરપોર્ટે જાહેરાત કરી છે કે "એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હીથ્રોમાં વીજળી ગુલ થઈ ગઈ છે,". એરપોર્ટ દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી જાળવવા માટે, હીથ્રો 21 માર્ચના રોજ 23:59 વાગ્યા સુધી બંધ રહેશે. મુસાફરોને એરપોર્ટની ન આવવા અને વધુ માહિતી માટે તેમની એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ."
પાવર સ્ટેશનમાં આગ લાગવા અંગેનું કારણ હજુ અકબંધ
જોકે, પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરપોર્ટ પર કામગીરી ક્યારે ફરી શરૂ થશે તે સ્પષ્ટ નથી. દરમિયાન, હીથ્રોથી લગભગ 3 કિલોમીટર ઉત્તરમાં આવેલા આગના સ્થળે 10 ફાયર એન્જિન મોકલવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, ભીષણ આગને કારણે પશ્ચિમ લંડનના હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં વીજ પુરવઠો ખોરવાવાના કારણે બ્રિટનનું હીથ્રો એરપોર્ટ આગામી 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે.
પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો
પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. એરપોર્ટ અધિકારીઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી જાળવવા માટે એરપોર્ટ બંધ કરાયું છે. સેવા પૂર્વવત થવામાં સમય લાગી શકે છે. પાવર સ્ટેશનમાં આગ લાગવા અંગેનું કારણ હજુ અકબંધ છે.
આ પણ વાંચો: IPS રવિન્દ્ર પટેલની સાસરીમાં તપાસનો રેલો, SEBI દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ