ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Junagadh: મેંદરડા પંથકમાં પરપ્રાંતીય ખેત મજૂરના પુત્રને દીપડાએ ફાડી ખાધો

Leopard attack: દીપડાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. મેંદરડા પંથકમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા પંથકમાં દીપડા (Leopard attack)એ બાળકને ફાડી ખાધો હોવાની ઘટના બની છે. નોંધનીય છે કે, પરપ્રાંતીય...
10:45 AM Jun 27, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Leopard attack

Leopard attack: દીપડાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. મેંદરડા પંથકમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા પંથકમાં દીપડા (Leopard attack)એ બાળકને ફાડી ખાધો હોવાની ઘટના બની છે. નોંધનીય છે કે, પરપ્રાંતીય ખેત મજૂરના પુત્રને દીપડાએ શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે રોહિત નામના સાડા ત્રણ વર્ષના બાળકને દીપડો સીમમાંથી ઉપાડી જતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના મેંદરડાના અમરગઢ રોડ પર આવેલા ખેતરમાં બની હતી.

દીપડાએ પકડવા માટે મોડી રાત્રે પાંજરા મૂકવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, પ્રકાશ ગેલા જામરનો પુત્ર ઘરમાં રમતો હતો તેવામાં દીપડો (Leopard) ઉપાડી જતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો છે. મૂળ મધ્યપ્રદેશના પરિવારમાં દીપડાના શિકારની ઘટના બનતા ભયનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે, અત્યારે વનવિભાગને જાણ કરતા સ્થાનિક સ્ટાફ અને અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રીના દીપડાએ બાળકને શિકાર બનાવ્યા બાદ પાંજરા મૂકવામાં આવ્યા હતા. જેથી દીપડાને પકડી સુરક્ષિત વિસ્તારમાં છોડી શકાય.

દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ સ્થાનિકો ભયનો માહોલ

નોંધનીય છે કે, દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને વાત કરીએ તો, માનવભક્ષી બની ગયેલા દીપડાને તાત્કાલિક પકડવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ વિસ્તારમાં અત્યારે જંગલી પ્રાણીઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. મોડી રાત્રે દીપડો સાડા ત્રણ વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. નોંધનીય છે કે, દીપડાએ બાળકનો ફાડી ખાધો હોવાથી અન્ય સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે.

આ પણ વાંચો: Surat: 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું! 22 તારીખે મળ્યો હતો મૃતદેહ

આ પણ વાંચો: Illegal Gym: મહંમદપુરા APMC માં જીમખાનાની મોટી દીવાલ ઘસી પડતા મોટી હોનારત ટળી

આ પણ વાંચો: Rajkot : કચરો વાળવાની બાબતે તલવારથી હુમલો! મહિલા કોન્સ્ટેબલે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી કરી આ માગ

Tags :
Gujarati NewsJunagadh Newslatest newsLatets Gujarati NewsleopardLeopard attackLeopard attack Newsleopard NewsMendara PanthakVimal Prajapati