Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય

બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 થી વધુ શૂટર્સ  ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે Lawrence Bishnoi: મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રામાં...
lawrence bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે  700 શૂટર્સ  6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય
  • બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે
  • લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે
  • લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 થી વધુ શૂટર્સ
  •  ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે

Lawrence Bishnoi: મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે મુંબઈના બાંદ્રામાં ગોળી મારીને હત્યા (Baba Siddique Murder) કરવામાં આવી હતી. આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓની પૂછપરછ દરમિયાન લોરેન્સનું નામ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બાબા સિદ્દીકીની હત્યા કરનારા શૂટરો બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi) સાથે સંકળાયેલા છે. ચાલો જાણીએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને તેનાં સામ્રાજ્ય વિશે...

Advertisement

લોરેન્સ બિશ્નોઈ દાઉદ ઈબ્રાહિમના રસ્તે

NIAએ તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની આતંકી સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાઈ છે. દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં નાના-નાના ગુના કરીને પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે તેણે પણ પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્નોઈ ગેંગે (Lawrence Bishno)ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.

લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં 700 થી વધુ શૂટર્સ

કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સી દ્વારા વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર બિશ્નોઈ ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. NIAએ જણાવ્યું છે કે બિશ્નોઈ ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યા હતા. બિશ્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા.

Advertisement

બિશ્નોઈનું સામ્રાજ્ય ભારતના 11 રાજ્યો અને 6 દેશોમાં ફેલાયેલું છે.

NIA અનુસાર, બિશ્નોઈની ગેંગ એક સમયે માત્ર પંજાબ સુધી જ સીમિત હતી. પરંતુ ક્રાઈમમાં પોતાના પાવરપુલ માઈન્ડ અને નજીકના સહયોગી ગોલ્ડી બ્રારે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી એક મોટી ગેંગ બનાવી. બિશ્નોઈ ગેંગ હવે ઉત્તર ભારત, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેંગ યુએસએ,અઝરબૈજાન, પોર્ટુગલ, યુએઈ અને રશિયામાં ફેલાઈ ગઈ છે.

આ પણ  વાંચો -Uttarakhand:રેલવે ટ્રેક પરથી મળ્યો ગેસ સિલિન્ડર...ષડયંત્ર કોનું ?

Advertisement

યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપે છે

યુવાનોને કેનેડા અથવા તેમની પસંદગીના દેશમાં શિફ્ટ કરાવવાની લાલચ આપીને તેમની ગેંગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર, પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિઓ કરવા માટે બિશ્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ કરે છે. થોડા દિવસો પહેલા NIAએ લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત કુલ 16 ગેંગસ્ટરો વિરુદ્ધ UAPA હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ પણ  વાંચો -Baba Siddique Murder : જેલમાં બનાવ્યો પ્લાન,શૂટરોને આપી આટલી સોપાર!

ગેંગને કોણ ઓપરેટ કરે છે?

ગોલ્ડી બ્રાર કેનેડા, પંજાબ અને દિલ્હીમાં ગેંગને સંભાળે છે. રોહિત ગોદારા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુએસએમાં ગેંગ પર દેખરેખ રાખે છે. અનમોલ બિશ્નોઈ પોર્ટુગલ, યુએસએ, દિલ્હી એનસીઆર, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળની કમાન સંભાળે છે. તે જ સમયે, કાલા જઠેડી હરિયાણા અને ઉત્તરાખંડમાં ગેંગને સંભાળે છે.

Tags :
Advertisement

.