Shraddha Walker Murder નો આરોપી આફતાબ હવે લોરેન્સ ગેંગના નિશાના પર
- પોલીસને હચમચાવી દેનારો ચોંકાવનારો ખુલાસો
- શુભમ લોંકરે કથિત રીતે શ્રદ્ધા વોકર હત્યા કેસમાં પકડાયેલા આરોપી આફતાબ પૂનાવાલાની હત્યાની યોજના બનાવી
- શુભમ લોંકર NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાનો મુખ્ય સૂત્રધાર
- આફતાબ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર
- શુભમ લોંકરે 2022માં દિલ્હીની સાકેત કોર્ટમાં એક મહિના સુધી રેકી કરી
Shraddha Walker Murder : NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી શુભમ લોંકરે કથિત રીતે શ્રદ્ધા વોકર હત્યા (Shraddha Walker Murder) કેસમાં પકડાયેલા આરોપી આફતાબ પૂનાવાલાની હત્યાની યોજના બનાવી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સૂત્રોએ જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત રીતે સંકળાયેલા શુભમ લોંકરે 2022માં દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબ પૂનાવાલાની હત્યા કરવા માટે એક મહિના સુધી રેકી કરી હતી.
આફતાબ પૂનાવાલા તિહાર જેલ નંબર 4માં બંધ છે
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના વસઈની રહેવાસી શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલા હાલ તિહાર જેલ નંબર 4માં બંધ છે. માહિતી અનુસાર, આફતાબ પૂનાવાલાને ખતમ કરવા માટે લોરેન્સના ગેંગસ્ટરોએ એક મહિના સુધી સતત રેકી કરી હતી, પરંતુ દિલ્હી પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા સામે આ પ્લાન નિષ્ફળ ગયો હતો.
શુભમ લોંકરને મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો
સૂત્રોએ જણાવ્યું કે આફતાબને ખતમ કરવા માટે શુભમ લોંકરને મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો અને તેણે સાકેત વિસ્તારમાં એક મહિના સુધી રેકી કરી હતી. વર્ષ 2022માં તેની ધરપકડ બાદ આફતાબની કોર્ટમાં હાજરી દરમિયાન શુભમ લોંકર બે શૂટર્સ સાથે કોર્ટની આસપાસ તક શોધી રહ્યો હતો.
આ પણ વાંચો---Lawrence ની ગેંગમાં સામેલ થવા આ કડક શરતનું કરવું પડે છે પાલન...
તિહાર જેલ પ્રશાસને સુરક્ષા વધારી દીધી
દરમિયાન, શુક્રવારે તિહાર જેલ પ્રશાસને મીડિયા અહેવાલો પર તાત્કાલિક ધ્યાન આપ્યું અને આફતાબ પૂનાવાલાની આસપાસ સુરક્ષા વધારી દીધી. અગાઉ, બાબા સિદ્દીકી હત્યા કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા શિવ કુમાર ગૌતમે કથિત રીતે પોલીસને ડરામણું નિવેદન આપ્યું હતું, જેમાં તેણે આફતાબ પૂનાવાલાની હત્યા કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આફતાબ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે, જે જેલની અંદર તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. ત્યારથી જેલ અધિકારીઓ હાઈ એલર્ટ પર છે.
શ્રદ્ધા વોકર મર્ડર કેસે 2022માં દેશને ચોંકાવી દીધો હતો
18 મે, 2022ના રોજ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં આફતાબ દ્વારા શ્રદ્ધા વોકરની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આફતાબ પર 18 મે 2022ના રોજ તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ છે. બાદમાં તેના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. પછી તેમને જંગલમાં ફેંકી દીધા. દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ તેની ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરીએ પોલીસે આ મામલામાં આફતાબ વિરુદ્ધ 6,629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો---Lawrence Bishnoi દાઉદ ઈબ્રાહિમના રસ્તે, 700 શૂટર્સ, 6 દેશોમાં ફેલાયેલું સામ્રાજ્ય