Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ATGL : અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ

ATGL દ્વારા અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ CGD ગ્રાહકો માટે વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજનની શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન ATGL પ્રાયોગિક તબક્કા દરમિયાન 4,000 ઘરો અને વાણિજ્યિક PNG ગ્રાહકો માટે કુદરતી ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ કરવા નવીનત્તમ તકનીકોનો...
06:38 PM Nov 28, 2023 IST | Vipul Pandya

ATGL દ્વારા અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ
CGD ગ્રાહકો માટે વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજનની શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન

ATGL પ્રાયોગિક તબક્કા દરમિયાન 4,000 ઘરો અને વાણિજ્યિક PNG ગ્રાહકો માટે કુદરતી ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ કરવા નવીનત્તમ તકનીકોનો ઉપયોગ કરશે.
પ્રોજેક્ટ હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે, ઊર્જા મિશ્રણને વૈવિધ્ય બનાવશે, હાઈડ્રોજન ઈકોસિસ્ટમ વિકસાવશે અને CO2 ઉત્સર્જનમાં 4% સુધી ઘટાડો કરશે.
માન્યતા બાદ આ પહેલને અન્ય માર્કેટ્સમાં શરૂ કરવામાં આવશે

અગ્રણી જૂથ અને ટોટલ એનર્જીઝની અગ્રણી ઊર્જા અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્શન કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) દ્વારા 'ગ્રીન હાઇડ્રોજન સંમિશ્રણ પાયલોટ પ્રોજેક્ટ'ની પહેલ કરવામાં આવી છે. યુએઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 સુધી યોજાનાર યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28)માં ગ્લોબલ લિડર્સની હાજરીમાં તેનો સૌપ્રથમ પ્રારંભ કરવામાં આવશે.

ATGLના આ પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે 4,000 થી વધુ રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ગ્રીન હાઇડ્રોજન (GH2) ને કુદરતી ગેસ સાથે મિશ્રિત કરવા નવીનતમ તકનીકોનો ઉપયોગ કરાશે. જેમાં ઈલેક્ટ્રોલીસીસથી પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને GH2 બનાવવામાં આવે છે. હાઇડ્રોજન સંમિશ્રણ ગેસ દ્વારા સમાન હીટિંગ માટે પ્રમાણમાં ઓછો કાર્બન ઉત્પન્ન થાય છે.

મિશ્રણમાં ગ્રીન હાઇડ્રોજનની ટકાવારી ધીમે ધીમે 8% કે તેથી વધુ કરવામાં આવશે

આ પ્રોજેક્ટ Q1 FY24-25 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે અને નિયમનકારી મંજૂરીઓ પ્રમાણે મિશ્રણમાં ગ્રીન હાઇડ્રોજનની ટકાવારી ધીમે ધીમે 8% કે તેથી વધુ કરવામાં આવશે. સફળતાપૂર્વક પાયલોટ પૂર્ણ કર્યા પછી, હાઇડ્રોજન મિશ્રિત ઇંધણ શહેરના મોટા ભાગો અને AGTL ના અન્ય લાયસન્સ વિસ્તારોમાં તબક્કાવાર સપ્લાય કરવામાં આવશે. અભ્યાસ મુજબ, 8% સુધીનું હાઇડ્રોજન મિશ્રણ 4% સુધી ઉત્સર્જન ઘટાડે છે.

આ પાયલોટ પ્રોજેક્ટ સાથે ATGL ભારતમાં શહેરી ગેસ વિતરણમાં હાઇડ્રોજન સંમિશ્રણ માટે ઇકોસિસ્ટમ વિકસાવવા નિયમનકારી સત્તાવાળાઓ તેમજ વિવિધ હિતધારકો સાથે ભાગીદારી કરવા માંગે છે. આ ઓપરેશનલ પાસાઓ અને હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મિશ્રિત ઇંધણની સુસંગતતાનીં જાણકારી મેળવવા અને શેર કરવામાં પણ મદદ મળશે.

આ પ્રોજેક્ટ અમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે

અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે, “અમે પર્યાવરણીય રીતે ટકાઉ કામગીરીના નિર્માણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ અને આ પ્રોજેક્ટ 2047 સુધીમાં ભારતને ઉર્જા મામલે સ્વતંત્ર બનાવવા રાષ્ટ્રીય માળખાગત નિર્માણ તરફના અમારા સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોજેક્ટ અમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે અને આવા નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને અમે ઉદ્યોગના ઉત્ક્રાંતિ અને ટકાઉ ઉર્જા ઉકેલોમાં પ્રગતિને આગળ ધપાવવા સક્રિય યોગદાન આપી રહ્યા છીએ."

અદાણી ટોટલ ગેસ વિશે

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક ધરાવતી ભારતની અગ્રણી ખાનગી કંપની છે જે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)થી લઈને ઔદ્યોગિક, વાણિજ્યિક, રહેણાંક અને પરિવહન ક્ષેત્રને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સપ્લાય કરે છે. 14 નવા ભૌગોલિક વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુશન (GAs) ની સાથે ATGL 38 ભૌગોલિક વિસ્તારોમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે, જે ભારતની કુલ વસ્તીના 8% જેટલું છે. ATGL દેશમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

Tags :
Adani Total Gas LtdAhmedabadATGLGautam AdaniGreen Hydrogen Blending Pilot Project
Next Article