landslides : Papua New Guinea માં ભયંકર ભૂસ્ખલન, 2000 થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા...
પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea) નેશનલ ડિઝાસ્ટર સેન્ટરે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા એક દૂરના ગામમાં શુક્રવારે (24 મે) ના રોજ ભૂસ્ખલન (landslides)માં 2,000 થી વધુ લોકો દટાયા હતા. નેશનલ ડિઝાસ્ટર સેન્ટરના એક અધિકારીએ સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ભૂસ્ખલન (landslides)માં 2 હજારથી વધુ લોકો જીવતા દટાયા છે અને ઈમારતો, ખાદ્યપદાર્થોના બગીચાને મોટું નુકસાન થયું છે અને દેશની આર્થિક જીવનરેખા પર મોટી અસર થઈ છે.
UN નું કહેવું છે કે બચાવ ટીમોએ પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea)માં એક વિશાળ ભૂસ્ખલન (landslides)ના કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કાઢ્યા હતા, ચેતવણી આપી હતી કે આપત્તિથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પાંચ સુધી પહોંચી શકે છે, જ્યાં સેંકડો લોકોના મૃત્યુની આશંકા છે.
ઘણી ઇમારતો જમીન પર ધસી પડી...
ઓસ્ટ્રેલિયાના વિદેશી બાબતો અને વેપાર વિભાગે જણાવ્યું હતું કે પ્રાંતના મુલિતકા વિસ્તારમાં ભૂસ્ખલન (landslides)થી છથી વધુ ગામો પ્રભાવિત થયા છે. યુએન સ્થળાંતર એજન્સી IOM એ જણાવ્યું હતું કે 100 થી વધુ ઘરો, એક પ્રાથમિક શાળા, નાના વ્યવસાયો અને સ્ટોલ, એક ગેસ્ટહાઉસ અને એક પેટ્રોલ સ્ટેશન જમીન પર તોડી પાડવામાં આવ્યા હતા.
4 હજારથી વધુ લોકો પ્રભાવિત...
તમને જણાવી દઈએ કે, પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea) ઓસ્ટ્રેલિયાબ ઉત્તરમના સ્થિત આવેલો એક દ્વીપ છે અને ભૂસ્ખલન (landslides)થી થતા પ્રભાવિત સ્થાનો ઉત્તરમાં એન્ગા પ્રાંતની ઉંચાઈ વાળા સ્થળો પર છે. ભૂસ્ખલન (landslides)થી પ્રભાવિત ક્ષેત્રમાં લગભગ 4,000 લોકો રહે છે. ભૂસ્ખલન (landslides)માં અસર પામેલા લોકોની હજુ સુધી જાણકારી મળી નથી અને હજુ તેમના વિશે ખબર પડવી હજુ મુશ્કેલ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મારનારા લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
PM મોદી ગયા વર્ષે ગયા હતા પાપુઆ ન્યુ ગિની...
પાપુઆ ન્યુ ગિની ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભારતના PM નરેન્દ્ર મોદી જાપાનમાં G-7 સમિટમાં હાજરી આપ્યા બાદ ત્યાં પહોંચ્યા હતા. પાપુઆ ન્યુ ગિનીના PM જેમ્સ મારાપે પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા.
આ પણ વાંચો : QATAR AIRWAYS: દોહાથી ડબલિન જઈ રહી ફ્લાઈટમાં Air turbulence ની ખામી સર્જાતા મચી અફરા-તફરી
આ પણ વાંચો : આ ગામમાં ભૂસ્ખલનથી સર્જાયા ભયાનક દ્રશ્યો, 100 થી વધુ લોકોના મોત
આ પણ વાંચો : ફ્લાઈટ અકસ્માતમાં મુસાફરોનો જીવ તો બચી ગયો, પણ ગંભીર બીમારીનો શિકાર બન્યા