Ladakh: સેનાનું વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકતાં 9 જવાનો શહીદ
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh) ના લેહ જિલ્લામાં શનિવારે સાંજે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતાં 9 સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પાંચ વાહનોનો કાફલો હતો...
09:29 PM Aug 19, 2023 IST
|
Vipul Pandya
કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh) ના લેહ જિલ્લામાં શનિવારે સાંજે સેનાનું એક વાહન રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી જતાં 9 સૈનિકો શહીદ થયા હોવાના સમાચાર છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પાંચ વાહનોનો કાફલો હતો જેમાંથી એક વાહનને અકસ્માત નડ્યો હતો.
લેહથી લગભગ 150 કિલોમીટર દૂર કિયારીમાં આ અકસ્માત થયો હતો. આ સ્થળ ન્યોમા પાસે છે, જે ચીનની સરહદની નજીક છે. આ અકસ્માત સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે બન્યો હતો.
આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ
લદ્દાખના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારતીય સેનાના 9 જવાનો કેરી શહેરથી 7 કિમી દૂર એક અકસ્માતમાં જીવ ગુમાવ્યા જ્યારે તેમનું વાહન ખીણમાં ખાબક્યું હતું. આ ઘટનામાં અન્ય ઘણા જવાનો ઘાયલ થયા છે. સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીક કેરી તરફ આગળ વધી રહ્યા હતા.