PM મોદીએ જેમની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું તે Lachit Borphukan કોણ હતા?
Lachit Borphukan: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર કરી રહ્યાં છે. અત્યારે તેઓ આસામના પ્રવાસે ગયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આસામના જોરહાટમાં 'અહોમ સેનાપતિ' લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને ટોક નજીક હોલોંગાપર ખાતે લચિત બોરફૂકન મૈદમ વિકાસ પ્રોજેક્ટ ખાતે 'સ્ટેચ્યુ ઓફ વીર'નું અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ 'સ્ટેચ્યુ ઓફ વીર'નું અનાવરણ કર્યું
લચિત બોરફુકન અહોમ સામ્રાજ્ય (જે 1228 થી 1826 સુધી રહ્યું)ના એખ મહાન સેનાપતિ હતાં. તેમણે 1671 ની ‘સરાયઘાટની લડાઈ’ માં કરેલા તેમના શૌર્યવંત નેતૃત્વ માટે ઓળખવામાં આવે છે. જેમાં રાજા રામસિંહ-પ્રથમના નેતૃત્વમાં આસામને પાછું મેળવવાના શક્તિશાળી મુઘલ સૈન્યના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. તેના માટે આજે પણ તેમને ગર્વથી યાદ કરવામાં આવે છે. તેઓ આસામના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો લેખ છે. જેને સદીઓ સુધી લોકો યાદ કરતા રહેશે.
પીએમ મોદીએ પારંપારિક ડ્રેસ અને પાઘડી પહેરી
અહીંના પ્રવાસની વાત કરવામાં આવે તો હેલિકોપ્ટર દ્વારા અરુણાચલ પ્રદેશથી જોરહાટ પહોંચેલા પીએમ મોદીએ પારંપારિક ડ્રેસ અને પાઘડી પહેરી હતી. સાથે સાથે વધુ વિગતે વાત કરવામાં આવે તો તેમણે પ્રતિમાનું અનાવરણ કરવા માટે અહોમ સમુદાયની ધાર્મિક વિધિ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા પણ હતા.
125 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી
ઉલ્લેખયની છે કે, 2022માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રતિમાનો પાયો નાખ્યો હતો. રામ વનજી સુતાર દ્વારા બનાવવામાં આવેલ આ પ્રતિમાની વાત કરવામાં આવે છે. આ પ્રતિમાની 84 ફુટ ઊંચી છે અને 41 ફુટની પેડેસ્ટલ પર સ્થાપિત કરવામાં આવી હતી. આથી આ મૂર્તિની કુલ ઊંચાઈની વાત કરવામાં આવે તો સ્ટ્રક્ચર 125 ફૂટ ઉંચુ બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ પ્રતિમા એવા શૂરવીરની છે જેણે આસામના ઈતિહાસમાં શૂરવીરતાના કાર્યો કર્યા હતાં.