કચ્છની કેસર કેરી લંડનના માર્કેટમાં મચાવે છે ધૂમ
અહેવાલ -કૌશિક છાયા-ક્ચ્છ
કચ્છની કેસર કેરી વિદેશમાં પ્રથમ વખત એક્સપોર્ટ કરીને માર્કેટ જમાવનાર મૂળ કચ્છના માંડવી તાલુકાના રામપર વેકરાના વતની હીરજીભાઈ હિરાણી સાથે ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ચેનલએ વાત કરી હતી. હીરજીભાઈ હિરાણીના જણાવ્યા પ્રમાણે તેઓ લંડન ખાતે કિંગ્સબરીમાં ફ્રુટનો હોલસેલ વેપાર કરે છે
હીરજીભાઈ હીરાણી 1982 માં તેઓ લંડન ગયા હતા
હીરજીભાઈ હીરાણી 1982 માં તેઓ લંડન ગયા હતા,, જ્યાં દસ વર્ષ સુધી ફ્રુટ માર્કેટમાં નોકરી કરી હતી અને ત્યારબાદ તેમના 1986 માં લગ્ન થયા હતા આ સમયગાળા દરમિયાન તેઓએ 1992માં લંડનના કિંગ્સબરી ખાતે એક ફ્રૂટ શોપ ચાલુ કરી હતી ,આ સમયગાળા દરમિયાન તેઓએ કચ્છના માંડવી તાલુકાના મઉ ખાતે કેસર કેરી વિદેશમાં વેચાણ કરવા માટે મુંબઈથી એક્સપોર્ટ કરીને લઈ ગયા હતા જ્યાંથી તેઓએ લંડન ખાતે પ્રથમ વખત કેસર કેરીનું વેચાણ કર્યું હતું
કચ્છની કેસર કેરી ઓર્ગેનિક છે તેમજ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે જે તે વખતે તેઓ પાંચ રૂપિયે કિલો કચ્છની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ કરવા લઈ ગયા હતા જેનો ભાવ તેઓને પ્રતિ કિલોએ રૂપિયા 25 મળ્યો હતો,
ખેડૂતોને હાલમાં એક કિલોનો ભાવ 50 થી 60 રૂપિયા મળે છે
ધીરે ધીરે આ એક્સપોર્ટનું કામ વધતું ગયું હતું તેની સાથે સાથે અન્ય વેપારીઓ પણ વધતા ગયા હતા આજે પરિસ્થિતિ એવી છે કે 50થી વધુ વેપારીઓ કેરીનો એક્સપોર્ટ કરે છે ,જેમાં સરવાળે ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે ખેડૂતોને હાલમાં એક કિલોનો ભાવ 50 થી 60 રૂપિયા મળે છે જેમાં વેપારીઓ 70 રૂપિયે કિલો વેચે છે ખેડૂતોને સીધો ફાયદો થઈ રહ્યો છે. લંડનમાં હીરજીભાઈ સાથે તેઓના પુત્ર રાજેશ અને તેમના પત્ની આ કાર્યમાં સહયોગ આપે છે
આપણ વાંચો- વિશ્વનું સૌથી મોટું અને મોંઘું શ્રી યંત્ર શક્તિપીઠ અંબાજીમાં સ્થાપિત થશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ