kutch: નવ વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, પાંચ વર્ષ બાદ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
kutch: ક્ચ્છ (Kutch)ના અંજારમાં થોડા વર્ષો પહેલા એક બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનાને લઈને પોક્સો કોર્ટમાં કાર્યવાહી ચાલતી હતી. જેને લઈને અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, અંજારમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને સજા ફટકારવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે પોક્સો કોર્ટે આરોપીને 10 વર્ષના કેદના સજા ફટકારી છે.
આરોપીને પાંચ વર્ષ પછી સજા કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, 29 સપ્ટેમ્બર, 2019ના ઘટના બની હતી. જેને ચુકાદો આજે આવ્યો છે. નવ વર્ષની બાળકીને વાંકાનેરના નવાપરામાં રહેતો મોહમ્મદ ઉર્ફે ફકીરમામદ હુસેનસા શેખે બાવળની જાળીઓમાં લઇ જઈને દુષ્કર્મ ગુજાર્યો હતો. નોંધનીય છે કે, કચ્છ (kutch)ના અંજાર બીજા અધિક સેસન્સ જજ અને પોકસો કોર્ટ દ્વારા સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પાંચ વર્ષ પછી સજા કરવામાં આવી છે. બાળકીને પાંચ વર્ષે કોર્ટે ન્યાય આપ્યો છે.
નરાધમીએ પાંચ પહેલા આચર્યું હતું દુષ્કર્મ
મળતી વિગતો પ્રમાણે આજથી પાંચ વર્ષ પહેલા વાંકાનેરના નવાપરામાં રહેતો મોહમ્મદ ઉર્ફે ફકીરમામદ હુસેનસા શેખ નામના નરાધમીએ એક નવ વર્ષની માસૂમ બાળકીને પિંખી નાખી હતી. જેને લઈને ઘણા સમયથી (kutch) કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જે કેસને લઈને 5 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે. પાંચ વર્ષ બાદ નવ વર્ષની આ માસૂમ બાળકીને ન્યાય મળ્યો છે. અને આરોપીને પોક્સો કોર્ટે 10 વર્ષની કેદની સજા સંભળાવી દીધી છે.
પાંચ વર્ષ પછી કોર્ટે અપાવ્યો ન્યાય
ઉલ્લેખનીય છે કે, આવા કેસમાં ઘણા સમય બાદ ચૂકાદો આવતો હોય છે. અહીં પણ એવું થયું છે. જેમાં નવ વર્ષની માસૂમ બાળકીની આખરે પાંચ વર્ષ પછી કોર્ટે ન્યાય અપાવ્યો છે. નરાધમી મોહમ્મદ ઉર્ફે ફકીરમામદ હુસેનસા શેખ નામના વ્યક્તિને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી છે.