Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

kutch: ભારે વરસાદની વચ્ચે બેઘર થયેલા લોકો માટે દેવદૂત બની અંજાર પોલીસ, જુઓ આ તસવીરો

ગુજરાતમાં પડી રહ્યો છે સર્વત્ર અતિભારે વરસાદ બેઘર થયેલા લોકોને પોલીસે સલામત સ્થળે પહોંચાડ્યા વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે પૂર્વ કચ્છ પોલીસ kutch: કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે...
kutch  ભારે વરસાદની વચ્ચે બેઘર થયેલા લોકો માટે દેવદૂત બની અંજાર પોલીસ  જુઓ આ તસવીરો
  1. ગુજરાતમાં પડી રહ્યો છે સર્વત્ર અતિભારે વરસાદ
  2. બેઘર થયેલા લોકોને પોલીસે સલામત સ્થળે પહોંચાડ્યા
  3. વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે પૂર્વ કચ્છ પોલીસ

kutch: કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદની વચ્ચે નાગરિકોની વ્હારે પૂર્વ કચ્છ પોલીસ (East Kutch Police) આવી છે. અંજાર પોલીસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ખાસ રાત્રિના સમયે બેઘર થયેલા લોકોને અંજાર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં આશરો આપવામાં આવ્યો હતો. આમ ભારે વરસાદની વચ્ચે અંજાર પોલીસે દેવદૂત બનીને લોકોને પોલીસની ગાડીમાં બેસાડીને બચાવની કામગીરી કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Anand: રેડ એલર્ટ હોવા છતાં ફાયર ઓફિસર રજાના મૂડમાં! શું આ ગંભીર લાપરવાહી નથી?

Advertisement

વહીવટીતંત્રને સહયોગ આપવા લોકોને અનુરોધ કરાયો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કચ્છ (kutch) જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ ચાલુ હોય લોકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જોખમી કૉઝ-વે, નદી નાળાને જોવા નહીં જવા અને વહીવટીતંત્રને સહયોગ આપવા લોકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અત્યારે અનેક વિસ્તારોમાં લોકોને હાલત ભારે કફોડી બની છે. આવા સમયે ગુજરાત પોલીસ લોકોની વ્હારે આવી છે અને મદદ કરી રહીં છે.

આ પણ વાંચો: Vijay Suvada એ દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગી, જુઓ આ Video

Advertisement

હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની વાત કરવામાં આવે તો, આગામી સમયમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અંબાલાલ પટેલ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, તેની સામે ગુજરાત પોલીસ લોકો માટે કામગીરી કરી રહીં છે. અત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ સાથે સાથે રાજ્યના અનેક ચેક ડેમ, તળાવ, ડેમ અને સરોવર પણ ઓવરફ્લો થવાના અહેવાલો સામે આવ્યા છે.

અહેવાલઃ કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો: Bharuch: ભારે વરસાદને પગલે ખેતરો સરોવરમાં ફેરવાયા, લાખોના નુકસાનની આશંકા

Tags :
Advertisement

.