Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Madhyapradesh : Kuno National Park માં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં 9 ચિત્તાના મોત થયાં

ધાત્રી નામના ચિત્તાનું વહેલી સવારે મોત થયું મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહનું પોસ્ટમોર્ટમ અત્યાર સુધી 6 વયસ્ક, 3 બાળ ચિત્તાના મોત થયા મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાના મોત...
madhyapradesh   kuno national park માં વધુ એક ચિત્તાનું મોત  અત્યાર સુધીમાં 9 ચિત્તાના મોત થયાં
  • ધાત્રી નામના ચિત્તાનું વહેલી સવારે મોત થયું
  • મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહનું પોસ્ટમોર્ટમ
  • અત્યાર સુધી 6 વયસ્ક, 3 બાળ ચિત્તાના મોત થયા

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાના મોત થઈ ચુક્યા છે. તેમાં 6 વયસ્ક, 3 બાળ ચિત્તા સામેલ છે. આજે જે ચિત્તાનું મોત થયું તે માર્ચ બાદથી મરનારો છઠ્ઠો વયસ્ક ચિત્તો છે. મધ્યપ્રદેશના વન વિભાગ દ્વારા આના વિશે બુધવારે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે.

Advertisement

વનવિભાગનું નિવેદન

મધ્યપ્રદેશ વનવિભાગે કહ્યું કે, આજે સવારે માદા ચિત્તામાંથી એક ધાત્રી મૃત સ્થિતિમાં મળી આવી છે. મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. 14 ચિત્તા જેમાંથી સાત નર, 6 માદા અને એક બાળ માદાને કુનોના વાડામાં રાખવામાં આવ્યા છે. એક માદા ચિત્તા ખુલા વિસ્તારમાં છે જેના પર એક ટીમ નજર રાખી રહી છે. વનવિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, તેને હેલ્થ ચેકઅપ માટે લાવવા માટેના પ્રયાસ ચાલી રહ્યાં છે.

અગાઉ 11 જુલાઈએ એક ચિત્તાનું થયું હતું મોત

ણાવી દઈએ કે, કુનો નેશનલ પાર્કમાં 26 જુનના સુરજ ચિત્તાને મોડી સાંજે ખુલ્લા જંગલમાં છોડાયો હતો. સુરજ 10મો ચિત્તો હતો જે કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યો હતો. તેજસનું મોત પણ 11 જુલાઈના રોજ થયું હતુ.

Advertisement

અત્યાર સુધીમાં કેટલા ચિત્તાના થયા મોત?

ઉલ્લેખનીય છે કે, કૂનો નેશનલ પાર્કમાં નામીબિયા અને સાઉથ આફ્રીકાથી 20 ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા પણ અલગ-અલગ કારણોથી અત્યાર સુધીમાં 6 પુખ્ત વયના અને 3 બાળ ચિત્તાના મોત થઈ ચુક્યા છે.

કેટલા ચિત્તાઓ છે સ્વસ્થ?

વનવિભાગના નિવેદનમાં જણાવાયું છે કે, કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવેલા 7 નર, 6 માદા અને એક બાળ ચિત્તા મળી કુલ 14 ચિત્તા સ્વસ્થ છે. કૂનો વન્યપ્રાણી તબીબી ટીમ અને નામીબિયાના તજજ્ઞો દ્વારા ચિત્તાની હેલ્થ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : દેશના ધારાસભ્યો પાસે ત્રણ રાજ્યના બજેટ કરતાં પણ વધુ સંપત્તિ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.