Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Case : ધરપકડ કરાયેલા SHO ના સમર્થનમાં આવ્યા વરિષ્ઠ પોલીસ અધિકારી, આપ્યું મોટું નિવેદન

કોલકાતા રેપ અને મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક SHO અભિજિત મંડલની ધરપકડ અભિજિત મંડલ દોષિત નથી : એડિશનલ કમિશનર કોલકાતા (Kolkata)ની આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે....
kolkata case   ધરપકડ કરાયેલા sho ના સમર્થનમાં આવ્યા વરિષ્ઠ પોલીસ અધિકારી  આપ્યું મોટું નિવેદન
  1. કોલકાતા રેપ અને મર્ડર કેસમાં આવ્યો નવો વળાંક
  2. SHO અભિજિત મંડલની ધરપકડ
  3. અભિજિત મંડલ દોષિત નથી : એડિશનલ કમિશનર

કોલકાતા (Kolkata)ની આરજી કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ટ્રેઇની લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. CBI દ્વારા ધરપકડ કરાયેલ SHO અભિજિત મંડલના સમર્થનમાં પોલીસ વિભાગ આવ્યું હતું. કોલકાતા (Kolkata) પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ અભિજિત મંડલની પ્રશંસા કરી અને કહ્યું કે તેણે આ કેસની પ્રાથમિક તપાસ પારદર્શક રીતે કરી છે.

Advertisement

કોલકાતા (Kolkata) પોલીસના એડિશનલ કમિશનર વી સોલોમન નેસાકુમાર એક વરિષ્ઠ અધિકારી સાથે અભિજિત મંડલના પરિવારને મળ્યા હતા અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આ અંગે નેસાકુમારે કહ્યું કે તેણે અભિજિત મંડલની પત્ની સાથે વાત કરી અને તેને કહ્યું કે પોલીસ વિભાગ તેના પરિવારની સાથે છે.

આ પણ વાંચો : Mpox : 21 દિવસનું ક્વોરેન્ટાઇન અને ટેસ્ટિંગ; દેશનું આ એરપોર્ટ હાઈ એલર્ટ પર કેમ આવ્યું?

Advertisement

અભિજિત મંડલ દોષિત નથી : એડિશનલ કમિશનર

તેમણે કહ્યું કે, અંગત રીતે તે માને છે કે તે (અભિજિત મંડલ) દોષિત નથી. તેણે જે પણ કર્યું તેની પાછળ તેનો સારો ઈરાદો હતો. તેમણે ઓછામાં ઓછા સમયમાં સ્થળ પર પહોંચીને સંપૂર્ણ પારદર્શક રીતે કેસની તપાસ કરી ન્યાયના હિતમાં કામ કર્યું.

Advertisement

આ પણ વાંચો : J&K Congress Manifesto : Congress એ જાહેર કર્યો મેનિફેસ્ટો, અનેક મોટા નેતાઓ રહ્યા હાજર

CBI એ SHO ની ધરપકડ કરી હતી...

તમને જણાવી દઈએ કે મહિલા ડૉક્ટર રેપ-હત્યા કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની સાથે તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અભિજિત મંડલની ધરપકડ કરી હતી. અભિજિત મંડલ પર તાલીમાર્થી ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં 14 કલાકના વિલંબ સાથે FIR દાખલ કરવાનો આરોપ છે. સંદીપ ઘોષ પહેલાથી જ ભ્રષ્ટાચારના કેસમાં CBI ની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો : માત્ર 'મુરલી' જ નહીં 'સુદર્શન' ચક્રનો પણ ઉપયોગ કરવો પડશે - UP ના CM યોગીએ આવું કેમ કહ્યું?

Tags :
Advertisement

.