Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kolkata case : ઘટના બાદ ટોળું લાશ સુધી કેવી રીતે પહોંચ્યું? CBI તપાસમાં ચોંકાવનારા ખુલાસા

કોલકાતા રેપ અને હત્યા મામલે CBI તપાસમાં ખુલાસા મૃતદેહની આસપાસ લોકોની ભીડ એકઠી થઇ પૂર્વ આચાર્ય સંદિપ ઘોષ પર પુરાવાનો નાશ કરવાનો આરોપ કોલકાતા (Kolkata)ની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની CBI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે....
kolkata case   ઘટના બાદ ટોળું લાશ સુધી કેવી રીતે પહોંચ્યું  cbi તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Advertisement
  1. કોલકાતા રેપ અને હત્યા મામલે CBI તપાસમાં ખુલાસા
  2. મૃતદેહની આસપાસ લોકોની ભીડ એકઠી થઇ
  3. પૂર્વ આચાર્ય સંદિપ ઘોષ પર પુરાવાનો નાશ કરવાનો આરોપ

કોલકાતા (Kolkata)ની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની CBI ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વાસ્તવમાં આ કેસમાં એક નવો વીડિયો સામે આવ્યો છે. લગભગ 43 સેકન્ડના આ વીડિયોમાં આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વર્ણન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 9 ઓગસ્ટની ઘટના પછીનો છે. આ વીડિયોમાં મૃતદેહની આસપાસ લોકોની ભીડ એકઠી થઇ છે.

મહત્વનું છે કે, આ વીડિયો આ કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહી છે. ખરેખર, હત્યાના આ કેસમાં આટલી ભીડ લાશના 50 મીટરની અંદર કેવી રીતે પહોંચી ગઈ? ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોનું માનવું છે કે ભીડને કારણે ઘટના દરમિયાન પુરાવા નસ્ટ થવાનો ભય રહે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : 'દીદી, તમારી હિંમત કેવી રીતે થઈ?...'; મમતા બેનર્જીના નિવેદન પર ગુસ્સે ભરાયા આસામના CM...

સાયબર ક્રાઈમના નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે....

મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, કથિત વીડિયોમાંના લોકો આરજી કર હોસ્પિટલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ સંજીવ ચટ્ટોપાધ્યાય, વકીલ શાંતનુ ડે, હોસ્પિટલના તત્કાલીન પ્રિન્સિપાલ સંદીપ ઘોષના પીએ પ્રસૂન ચટ્ટોપાધ્યાય અને ફોરેન્સિક ડેમોસ્ટ્રેટર દેવાશિષ સોમ હતા. જોકે હાલમાં તપાસ એજન્સી આ વીડિયો અંગે કોઈ ખુલાસો કરી રહી નથી. જો એજન્સીના સૂત્રોનું માનીએ તો વીડિયોની તપાસ માટે સાયબર ક્રાઈમ નિષ્ણાતોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : IMA નો મોટો નિર્ણય, RG Kar Medical College ના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષનું સભ્યપદ સસ્પેન્ડ

પૂર્વ આચાર્ય સંદિપ ઘોષ પર પુરાવાનો નાશ કરવાનો આરોપ...

તમને જણાવી દઈએ કે, આ મામલામાં પૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષ પર ક્રાઈમ સીન પરથી પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. CBI તેની પૂછપરછ કરી રહી છે. આવી સ્થિતિમાં, મૃતદેહની નજીક તેના પીએ અને અન્ય પરિચિતોની હાજરી તેના પર શંકા પેદા કરે છે. અગાઉ CBI તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સંજય રોય નેક્રોફિલિક વૃત્તિઓ ધરાવે છે. મનોવૈજ્ઞાનિકોના મતે, વ્યક્તિને મૃત શરીર સાથે સંબંધ રાખવાનું ઝનૂન હોય છે.

આ પણ વાંચો : Kolkata Case મામલે રાષ્ટ્રપતિ Droupadi Murmu નું નિવેદન, કહ્યું- આવી વિકૃતિનો સામનો કરવો પડશે...

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

AHMEDABAD ની ખ્યાતનામ શાળામાં બાળકીનું શંકાસ્પદ મોત

featured-img
ગાંધીનગર

BJP Gujarat : જિલ્લા-શહેર નવા પ્રમુખોની જાહેરાત માટે હજું જોવી પડશે વાટ, આ છે કારણ!

featured-img
રાષ્ટ્રીય

Delhi : પરીક્ષા ટાળવા સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી!, સગીર વિદ્યાર્થી ઝડપાયો

featured-img
સ્પોર્ટ્સ

હિન્દી ભાષાને લઇને એવું શું બોલી ગયા R Ashwin કે શરૂ થઇ ગયો વિવાદ?

featured-img
રાષ્ટ્રીય

Delhi : પૂર્વાંચલ અપમાન મુદ્દે રાજકીય તણાવ, કેજરીવાલના ઘરની બહાર ભાજપનું પ્રદર્શન

featured-img
રાષ્ટ્રીય

PM મોદીએ પ્રથમ પૉડકાસ્ટમાં કહ્યું; ‘રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઇએ મહત્વાકાંક્ષા નહીં’

×

Live Tv

.

×