રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ જૈન સમાજ પ્રમુખ Smit Javeri એ જાણો શું આપી પ્રતિક્રિયા
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ જૈન સમાજ પ્રમુખ Smit Javeri સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સવાલ-1. તમારા મતે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ?
મારા મતે પ્રેમ લગ્ન અટકવા ન જોઇએ, કારણ કે તેમા બંને બાજુએથી એકબીજા સાથે જોડાવવાનું હોય છે. હું માનુ છું કે પ્રેમલગ્ન થવા જોઇએ. જોકે, હા પ્રેમલગ્ન રાજીખુશીથી થાય તેવું હોવું જોઇએ. બંને તરફના માતા-પિતા, વડીલોની, કુટુંબીજનોની ઈચ્છા હોય એ રીતે થાય તો વધુ સારું.
સવાલ-2. પ્રેમલગ્ન થી શું-શું તકલીફ પડે છે? અને માતા-પિતાની મંજુરી કેમ ફરજીયાત હોવી જોઇએ ?
મારા મતે પ્રેમલગ્ન કરવાથી કોઇ તકલીફો પડતી નથી. બે જણા એકબીજાની સમજૂતીથી તેઓ પ્રેમલગ્ન કરતા હોય છે. તે બંનેએ એકબીજાને સમજી લીધા હોય છે પછી તે કરતા હોય છે. આ બધી વસ્તુઓ એવી છે કે પ્રેમલગ્ન કર્યા હોય તો ભવિષ્યમાં કોઇને કોઇ તકલીફો આવી શકે છે તેના કારણે સંબંધો તૂટી શકે છે જેનો અર્થ એ નથી કે પ્રેમલગ્નથી તમારા લગ્નને કોઇ પાછળથી તરલીફ પડે. લગ્ન માટે માતા-પિતાની મંજૂરી હોવી જ જોઇએ. તેમની સહમતીથી જ કરવા જોઇએ કારણ કે તેમણે નાનપણથી ઉછેર કર્યો હોય તો તેમની પણ ઇચ્છા હોય કે મારા દીકરો કે દીકરી જે પણ હોય તે અમારી રાજીખુશીથી લગ્ન કરે. સહમતીતી લગ્ન કરે તે તો જરૂરી છે સાથે સાથે માતા-પિતા તેમની જીદના કારણે ન કરવા દે તે પણ ન થવું જોઇએ. બંને બાજુએથી વસ્તુઓ પરફેક્ટ થવી જોઇએ. વડીલોએ પણ આ અંગે સમજવાની જરૂર છે અને બાળકોને પણ સમજવાની જરૂર છે.
સવાલ-3. સામાજીક સમરસતા અને પારિવારીક સંબધો સારા બને તે માટે શું કરવું જોઇએ?
જે જે સમાજ સાથે મળીને વર્ષમાં ચાર-પાચ Get Together પ્રોગ્રામ કરે જેથી સમાજના બધા યુવાધનો ઈન્વોલ્વ થાય. જેમ કે અમારો જૈન સમાજ છે, અમે દર વર્ષે ઈનડોર ક્રિકેટ રમાડીએ, ઈનડોર ગેમ રમાડીએ, કોઇને કોઇ ટ્રીપમાં લઇ જઈએ. વર્ષમાં ચાર એવા પ્રોગ્રામ કરીએ કે જેમા બધા યંગસ્ટર ભેગા થાય અને આ પ્રોગ્રામ 3-4 દિવસ ચાલે, જેના કારણે એકબીજાની ઓળખ સારી રીતે થાય છે અને આપણા સમાજને યુવાધન જાણે તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો - રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ VADODARA ના બાબા જ્યોતિનાથે જાણો શું આપી પ્રતિક્રિયા
આ પણ વાંચો : રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ RAJKOT લોહાણા સમાજ પ્રમુખ રાજુભાઈ સાથે ખાસ વાતચીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ