Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે BJP એ શું કરી પ્લાનિંગ, જાણો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે આવનારા નજીકના સમયમાં 4 રાજ્યો ચૂંટણી માટે ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. આ વર્ષના અંત સુધીમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેમા પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના ચૂંટણી પ્રભારીઓને બદલ્યા છે. ત્યારે...
11:21 PM Jul 07, 2023 IST | Hardik Shah

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે આવનારા નજીકના સમયમાં 4 રાજ્યો ચૂંટણી માટે ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. આ વર્ષના અંત સુધીમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેમા પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના ચૂંટણી પ્રભારીઓને બદલ્યા છે. ત્યારે ભાજપના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) ને રાજસ્થાન અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia) ને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી તરફ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupendra Yadav) ને મધ્યપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ બિહાર અને ગુજરાતની ચૂંટણીમાં પાર્ટીની ચૂંટણીનું કામ સંભાળી ચૂક્યા છે. તેમને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnava) મદદ કરશે જેમને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે ચૂંટણીવાળા રાજ્યોમાં મોટો ફેરફાર કરતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના ચૂંટણી પ્રભારીઓને બદલ્યા છે. અહીં પાર્ટીએ નવા નેતાઓને જવાબદારી સોંપી છે. ભાજપે કેટલાક કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણી પ્રભારી પણ બનાવ્યા છે. જાણો તેમા કોનું નામ સામેલ છે.

ભાજપે આ નેતાઓને પ્રભારી બનાવ્યા

રાજસ્થાન

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હરિયાણા ભાજપના નેતા કુલદીપ વિશ્નોઈને સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.

મધ્યપ્રદેશ

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમની સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને રાજ્યના સહ-ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

તેલંગાણા

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને તેલંગાણામાં ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની સાથે સુનિલ બંસલને સહ-ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.

છત્તીસગઢ

છત્તીસગઢનો હવાલો સંગઠનના દિગ્ગજ નેતા ઓપી માથુરને સોંપવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને તેમની સાથે સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

પ્રદેશ પ્રમુખ બદલાઈ ચૂક્યા છે

જણાવી દઈએ કે ચૂંટણી પ્રભારીઓની નિમણૂક પહેલા મધ્યપ્રદેશ સિવાય ભાજપે અન્ય તમામ રાજ્યો તેલંગાણા, છત્તીસગઢ અને રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષોને પણ બદલ્યા છે. આ તમામ રાજ્યોમાં પાંચ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ સિવાય અન્ય તમામ રાજ્યોમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોની સરકાર છે.

અનુભવી નેતાઓને સોંપાઈ કમાન

ભાજપે ચૂંટણી વર્ષમાં અનુભવી નેતાઓને કમાન સોંપી છે. કારણ કે આ ચારેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભૂપેન્દ્ર યાદવ, ઓમ માથુર, પ્રહલાદ જોશી ભાજપમાં સંગઠનનો લાંબો અનુભવ ધરાવે છે. આ સિવાય બીજી એક ખાસ વાત એ છે કે આમાંના મોટાભાગના નેતાઓના હોમ સ્ટેટ્સ ચૂંટણીના રાજ્યો સાથે જોડાયેલા છે. ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવ રાજસ્થાનથી આવતા હોવાથી બંનેને પડોશી રાજ્ય મધ્યપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યાં તે રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે.

એ જ રીતે નીતિન પટેલ (ગુજરાત) અને કુલદીપ વિશ્નોઈ (હરિયાણા)ને રાજસ્થાનના સહ-પ્રભારી બનાવાયા છે. આ બંને નેતાઓને રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રકાશ જાવડેકર મહારાષ્ટ્રથી આવે છે. આવી સ્થિતિમાં તેમને પડોશી તેલંગાણાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે અનુભવની સાથે રાજકીય પરિસ્થિતિને સમજતા નેતાઓને ભાજપે જવાબદારીઓ આપી છે.

આ પણ વાંચો - Chhattisgarh : કોંગ્રેસે છત્તીસગઢને લૂંટ્યું છે, કોંગ્રેસે ગંગાના ખોટા શપથ લીધા: PM MODI

આ પણ વાંચો - CM યોગીના ગઢમાં PM મોદીનો રોડ શો, રસ્તાઓ પર ભારે ભીડ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhupendra Yadav Madhya PradeshBJPbjp changed election in chargemansukh-mandaviaNitin PatelOm Mathur ChhattisgarhPolitics NewsPrahlad Joshi Rajasthan
Next Article