Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPHONE 16 માં ફીચર્સ અને કિંમતએ જાણો લો ,અત્યાર સુધીમાં બજારમાં મચાવી છે ધમાલ

Apple પોતાની નવી iPhone 16 સિરીઝ આગામી મહિને 10 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. આ નવી સિરીઝમાં અનેક મોડલ્સ સામેલ છે, જેમની કિંમત ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. iPhone 16 ની શરૂઆતની કિંમત અમેરિકામાં $799 (ભારતમાં 79,900 રૂપિયા) હોઈ શકે છે....
iphone 16 માં ફીચર્સ અને કિંમતએ જાણો લો  અત્યાર સુધીમાં બજારમાં મચાવી છે ધમાલ

Apple પોતાની નવી iPhone 16 સિરીઝ આગામી મહિને 10 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. આ નવી સિરીઝમાં અનેક મોડલ્સ સામેલ છે, જેમની કિંમત ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. iPhone 16 ની શરૂઆતની કિંમત અમેરિકામાં $799 (ભારતમાં 79,900 રૂપિયા) હોઈ શકે છે. iPhone 16 Plusની વૈશ્વિક કિંમત $899 (ભારતમાં 89,900 રૂપિયા) હશે.

Advertisement

પ્રો મોડલ્સની કિંમત અને ફીચર્સ

iPhone 16 Pro મોડલની કિંમત $1,099 (ભારતમાં 1,34,900 રૂપિયા) થી શરૂ થઈ શકે છે. iPhone 16 Pro Max, આ શ્રેણીનો સૌથી પ્રીમિયમ મોડલ, $1,199 (ભારતમાં 1,59,900 રૂપિયા) ની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ થઈ શકે છે.

નવા iPhone 16 સીરીઝમાં iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ અને એઆઈ ફીચર્સ

Advertisement

iPhone 16 સિરીઝમાં iOS 18 ઓપરેટિંગ સિસ્ટમની સાથે નવા એઆઈ ફીચર્સનો સમાવેશ થશે, જે ઉપયોગકર્તાઓને વધુ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ અનુભવ આપશે. Apple આ સિરીઝમાં તેની ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીને પણ એકીકૃત કરી શકે છે, જેનાથી ઉપયોગકર્તાઓને એક અનોખો અનુભવ મળશે.

ડિઝાઇનમાં બદલાવ અને ડિસ્પ્લે સાઇઝમાં વધારો

આ સિરીઝમાં iPhone 16 અને iPhone 16 Plusના ડિઝાઇનમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે, જ્યારે iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનું ડિઝાઇન અગાઉની મૉડેલ્સ જેવી જ હોઈ શકે છે. આ વર્ષે આવતા આઈફોનના બધા મોડલની ડિસ્પ્લે સાઇઝને વધારવામાં આવી છે. iPhone 16 અને iPhone 16 Plus અનુક્રમે 6.1 ઇંચ અને 6.7 ઇંચની ડિસ્પ્લે સાથે આવશે, જ્યારે iPhone 16 Pro અને iPhone 16 Pro Max અનુક્રમે 6.3 ઇંચ અને 6.9 ઇંચની ડિસ્પ્લે સાઇઝ સાથે મળશે.

Advertisement

અદ્યતન બાયોનિક ચિપસેટ અને ચાર્જિંગ સુવિધા

iPhone 16 સિરીઝના તમામ મોડલમાં A18 Bionic ચિપસેટનો ઉપયોગ થશે, જ્યારે પ્રો મોડલ્સમાં વધુ શક્તિશાળી A18 Pro Bionic ચિપસેટ અપાય શકે છે. તમામ મોડલ્સ 45W USB Type C ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 20W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે, જેનાથી વધુ ઝડપી ચાર્જિંગ અને લાંબા સમય સુધી ચાલે તેવો અનુભવ મળશે.

આ પણ વાંચો : Amazon CEO એ મારી પત્નીને Seduced કરી અને છૂટાછેડા કરાવ્યા...

Tags :
Advertisement

.