Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KL Rahul એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ? આગની જેમ વાયરલ થઈ આ પોસ્ટ

ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન કેએલ રાહુલ અચાનક જ ચર્ચામાં આવ્યો સોશિયલ મીડિયા પર એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ વાયરલ થઈ આ પોસ્ટ મુજબ કેએલ રાહુલે સંન્યાસ લીધો છે   KL Rahul:ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ( KL Rahul)તાજેતરના શ્રીલંકા...
kl rahul એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ  આગની જેમ વાયરલ થઈ આ પોસ્ટ
  1. ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન કેએલ રાહુલ અચાનક જ ચર્ચામાં આવ્યો
  2. સોશિયલ મીડિયા પર એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ વાયરલ થઈ
  3. આ પોસ્ટ મુજબ કેએલ રાહુલે સંન્યાસ લીધો છે

Advertisement

KL Rahul:ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ( KL Rahul)તાજેતરના શ્રીલંકા પ્રવાસ પર વનડે ટીમનો ભાગ હતો. તેને સિરીઝમાં રમવાની તક પણ મળી હતી. આ બધા વચ્ચે કેએલ રાહુલ વિશે એક સમાચાર સોશિયલ મીડિયા(social media) પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની (retirement)જાહેરાત કરી છે. આ સાથે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે, જે કેએલ રાહુલના ઈન્સ્ટાગ્રામ (Instagram story)એકાઉન્ટનો હોવાનું કહેવાય છે.

Advertisement

કેએલ રાહુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ મુજબ લખ્યું છે કે ખૂબ વિચારણા અને વિચારણા પછી મેં પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરળ ન હતો, કારણ કે ઘણા વર્ષોથી રમતગમત મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. મારા કરિયર દરમિયાન મારા પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ અને ફેન્સ તરફથી મને મળેલા સમર્થન અને પ્રોત્સાહન માટે હું અત્યંત આભારી છું. મેં મેદાન પર અને મેદાનની બહાર જે અનુભવો અને યાદો મેળવી છે તે ખરેખર અમૂલ્ય છે. હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા અને ઘણી પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે રમવા માટે સન્માનિત છું. જ્યારે હું આગળના નવા અધ્યાય માટે ઉત્સાહિત છું, ત્યારે હું હંમેશા રમત સાથે મારા સમયની કદર કરીશ. આ અતુલ્ય પ્રવાસનો ભાગ બનવા બદલ આપ સૌનો આભાર.

Advertisement

આ પણ  વાંચો -Cricket Awards:વિરાટ કોહલી એવોર્ડ લેવા મુંબઈ કેમ ન ગયો? સામે આવ્યું આ મોટું કારણ!

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ

પરંતુ તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલે આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી નથી. તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતી વખતે, તેને લખ્યું કે મારે એક જાહેરાત કરવાની છે, સ્ટે ટ્યુન… જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવી રહ્યા છે. આ ફેક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

આ પણ  વાંચો -Vinesh Phogat એ લગાવ્યો મોટો આરોપ, દિલ્હી પોલીસે આપ્યો જવાબ

કેએલ રાહુલનું ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીની કરિયર

કેએલ રાહુલે વર્ષ 2014માં તેની આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં તેની ઉંમર માત્ર 32 વર્ષની છે. અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે 50 ટેસ્ટ, 77 વનડે અને 72 T20 મેચ રમી ચૂક્યો છે. તેને ટેસ્ટમાં 2863 રન, વનડેમાં 2851 રન અને T20માં 2265 રન બનાવ્યા છે. આ સિવાય તે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન પણ છે.

Tags :
Advertisement

.