Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Godhra શહેરમાં ખાડાનું સામ્રાજ્ય, રાહદારીઓ ભોગવી રહ્યા છે ભારે હાલાકી

Godhra: ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ચોમાસામાં પ્રારંભે જ મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વરસાદી પાણી અને ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગો અને ખાડાઓમાં ભરાઈ જતાં રાહદારીઓ અને વાહન...
12:01 AM Jul 03, 2024 IST | VIMAL PRAJAPATI
Kingdom of potholes in Godhra city

Godhra: ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ચોમાસામાં પ્રારંભે જ મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વરસાદી પાણી અને ઉભરાતી ગટરના દૂષિત પાણી માર્ગો અને ખાડાઓમાં ભરાઈ જતાં રાહદારીઓ અને વાહન ચાલકો પટકાઈ પણ રહ્યા છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો ખાડા રાજમાંથી કાયમી મુક્તિ મળે એવી માંગણી કરી રહ્યા છે. ગોધરા શહેરના એસપી રોડ, શહેરા ભાગોળ, બસ સ્ટેન્ડ પ્રવેશ દ્વાર અને અંકલેશ્વર મહાદેવ સહિતના માર્ગોની હાલત બદતર બની છે. જેના કારણે શહેરના અગ્રણીઓ અને સિનિયર સીટીઝન માં ભારે રોષ ભુભકિ ઉઠ્યો છે.

શહેરમાં ચોમાસામાં પ્રારંભે જ મસમોટા ખાડા

ગોધરા શહેરની હાલત ચોમાસાના પ્રથમ વરસાદે ખાડા રાજ જેવી બની છે. ગોધરાના શહેરા ભાગોળ, એસપી રોડ, અંકલેશ્વર મહાદેવ રોડ સહિતના અનેક માર્ગો ઉપર હાલ મસમોટા ખાડારાજનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. આ સાથે કેટલાક સ્થળે ભૂગર્ભ ગટર ઉભરાવાના કારણે દૂષિત પાણી પણ માર્ગો ઉપર અને ખાડામાં એકત્રિત થયેલું જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર થતાં રાહદારીઓને ચર્મ રોગ થવાની સંભાવનાઓ સતત સતાવી રહી છે.

તંત્રને લઈને શહેરીજનો ભારે આક્રોશ જોવા મળ્યો

બીજી તરફ ગોધરા શહેરમાં વરસી રહેલા ઝરમર વરસાદ દરમિયાન વરસાદી પાણી પણ માર્ગો અને ખાડામાં ભરાયેલું રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓ પણ અંદર પટકાઈ ઇજાગ્રસ્ત થતા હોવાની ઘટનાઓ સતત બનતી જોવા મળી રહી છે. શહેરીજનોમાં નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું યોગ્ય સમારકામ કરી માર્ગો ઉપર ખાડા ના પડે એ માટે કાયમી ધોરણે કામગીરી કરવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી કર્યા પછી થોડા દિવસો બાદ સ્થિતિ યથાવત જોવા મળતી હોય છે જેથી શહેરીજનો ભારે આક્રોશ કરતા જોવા મળી રહ્યા છે.

રસ્તાઓ પર ગંદકી અને ખાડાનું સામ્રાજ્ય

આ સાથે જ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા નાના મોટા વેપારીઓને ત્યાં આ ગંદકી અને રસ્તાઓમાં પડેલા મસમોટા ખાડાના કારણે ગાહક નહીં આવતા તેઓના વેપાર પર મોટી અસર પડી રહી હોવાનું વેપારીઓ જનાવી રહ્યા છે. આ સમગ્ર સર્જીત સ્થિતિ થકી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી ગોધરા શહેરના માર્ગો ઉપર જોગવાઇનો એક ભાગ બની રહી હોય એવું લાગી રહ્યું છે. જોકે પાલિકા પ્રમુખ આગામી બે દિવસમાં ખાડા પુરવાની કામગીરી કરવામાં આવશે એમ જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી ગોધરા શહેરના માર્ગો ઉપર જોગવાઇનો એક ભાગ બની રહી હોય એવું લાગી રહ્યું છે.

અહેવાલ: નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો: Bharuch: કસક વિસ્તારમાં અપ્સરા એપાર્ટમેન્ટની ગેલેરી ધસી પડી, સ્થાનિકને થઈ ગંભીર ઈજાઓ

આ પણ વાંચો: Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વર ONGC બ્રિજ ની કામગીરીમાં થયો ભ્રષ્ટાચાર, પાણીમાં વહી ગયા 9 કરોડ

Tags :
Godhra cityGodhra city NewsGodhra NewsGujarati NewsKingdom of potholes in Godhra cityLatest Gujarati Newsrain update NewsVimal Prajapati
Next Article