Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સબ સલામતના દાવા પોકળ : AHMEDABAD માંથી અપહરણ અને અપહ્યુતનો ગણતરીના કલાકોમાં હેમખેમ છૂટકારો

અમદાવાદ શહેરમાં આજે પણ અનેક એવી ઘટનાઓ બને છે જે લોકોની જાણ બહાર હોય છે. આવી જ એક ઘટના Ahmedabad ના સરખેજ-ગાંધીનગર હાઈવે (SG Highway) નજીક બની છે. ગત બુધવારની રાતે એક સિનિયર સિટિઝનનું અપહરણ કરી તેમને કારમાં બેસાડી કલાકોના...
07:42 PM Jun 24, 2023 IST | Bankim Patel

અમદાવાદ શહેરમાં આજે પણ અનેક એવી ઘટનાઓ બને છે જે લોકોની જાણ બહાર હોય છે. આવી જ એક ઘટના Ahmedabad ના સરખેજ-ગાંધીનગર હાઈવે (SG Highway) નજીક બની છે. ગત બુધવારની રાતે એક સિનિયર સિટિઝનનું અપહરણ કરી તેમને કારમાં બેસાડી કલાકોના પ્રવાસ બાદ રાજસ્થાન ખાતે લઈ જવાયા. અપહરણકારોને તેમની ભૂલ સમજાતા અપહ્યુતને તુરંત છોડી પણ દેવાયા. આ ઘટના આધારે એ ચોક્ક્સ કહી શકાય કે, આગામી દિવસોમાં ફરી આવો જ કોઈ બનાવ બને તો નવાઈ પામવા જેવું કંઈ નહીં હોય. કારણ કે, અમદાવાદ પોલીસ (Ahmedabad Police) હંમેશા સબ સલામતના દાવાઓ જ પોકારતી આવી છે.

શું બની ઘટના ?

એસ. જી. હાઈવે નજીક રહેતા સિનિયર સિટિઝન ગત બુધવારની રાતે ભોજન કર્યા બાદ દસેક વાગે ચાલવા નીકળ્યા હતા. સિનિયર સિટિઝન પોતાની મસ્તીમાં ઘર નજીક ચાલતા જઈ રહ્યાં હતા તે સમયે એક કારમાં આવેલા ત્રણ શખ્સો પૈકી બે જણા નીચે ઉતર્યા અને વૃદ્ધ કહી સમજે તે પહેલાં તેમને ગણતરીની ક્ષણોમાં એક કારમાં બળજબરીપૂર્વક બેસાડીને કાર હંકારી મૂકી. સિનિયર સિટિઝનને અપહરકારોએ ધમકાવી તેમની પાસે રહેલો મોબાઈલ ફોન છીનવી લઈ તોડીને ફેંકી દીધો. આ ઉપરાંત અપહરણકારોએ અપહ્યુતના શૂઝ અને તેમના ચશ્મા પણ કારની બહાર ફેંકી દીધા. બુરખો પહેરાવીને અપહ્યુતને પાંચેક કલાકની સફર બાદ એક અજ્ઞાત અને નિર્જન સ્થળે ઉતારવામાં આવ્યા. ચાલવા નીકળેલા સિનિયર સિટિઝન મોડી રાતે ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ આખી રાત તેમના મોબાઈલ ફોન પર પ્રયાસ કરતા રહ્યાં. સાથે સાથે સ્વજનની ભાળ મેળવવા આસપાસના વિસ્તાર તેમજ પરિચિતોનો સંપર્ક કર્યો.

ભૂલ કરી બેઠાં અપહરણકારો

રાત્રિના દસેક વાગે અપહરણ કર્યા બાદ કાર ચાલક સહિત ત્રણેય અપહરણકારો પાંચેક કલાકના પ્રવાસ બાદ નિર્ધારિત સ્થળે પહોંચ્યા હતા. એક નિર્જન સ્થળે અપહ્યુતને નીચે ઉતારવામાં આવ્યા. ત્રણેક કલાક સુધી અપહ્યુત સિનિયર સિટિઝનને ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુરૂવારે સવારે અંદાજે સાડા છ વાગ્યાના સમયે અપહરણકારોએ અપહ્યુતની અપહરણ કરવા બદલ માફી માગવા લાગ્યા. કોઈ અન્ય વ્યક્તિના સ્થાને તમારૂ અપહરણ કરી લેવાયું છે તેમ કહી 500 રૂપિયા આપીને સિનિયર સિટિઝનને અમદાવાદ આવવા માટે રાજસ્થાન બાંસવાડા (Rajasthan Banswara) વિસ્તારમાં એક સ્થળે છોડી દેવાયા.

અપહ્યુતને ધમકી આપી છોડી દેવાયા

સિનિયર સિટિઝન પાસે માફી માગનારા અપહરણકારોએ રૂપિયા આપવાની સાથે સાથે તેમને ચૂપ રહેવા ધમકી પણ આપી. અપહરણકારોએ પોલીસ સમક્ષ મોં નહીં ખોલવા તેમજ કોઈને ઘટનાની જાણ નહીં કરવા ધમકી આપી (Threat by Kidnappers) હતી. જો, સિનિયર સિટિઝન પોલીસ સમક્ષ અપહરણકારોની પોલ ખોલી નાંખે તો તેમનો ટાર્ગેટ (જેનું વાસ્તવમાં અપહરણ કરવાનું હતું) પૂર્ણ કરવામાં વિધ્ન આવે. ગુરૂવારે બપોરે ઘરે પરત ફરેલા અપહ્યુત ધમકીના કારણે ચૂપ છે અને તેમનો પરિવાર એટલી હદે ડરી ગયો છે કે, ઘટના વિશે કોઈની સાથે વાત કરવા તૈયાર નથી.

આ પણ વાંચો - DGP થી DIG સુધીના 14 સ્થાન ખાલી, ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલે છે ગુજરાતમાં વહીવટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad PoliceGujaratRajasthan BanswaraSG HighwayThreat by Kidnappers
Next Article