Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu and Kashmir : કાશ્મીર ટાઈગર્સે સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી, જૈશ સાથે છે કનેક્શન...

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆના બદનોટા વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એકવાર ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. અહીં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાનો શહીદ થયા હતા, જ્યારે 5 જવાનો હજુ પણ ઘાયલ હોવાનું કહેવાય છે....
07:42 AM Jul 09, 2024 IST | Dhruv Parmar

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆના બદનોટા વિસ્તારમાં આતંકવાદીઓએ ફરી એકવાર ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. અહીં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના 5 જવાનો શહીદ થયા હતા, જ્યારે 5 જવાનો હજુ પણ ઘાયલ હોવાનું કહેવાય છે. કાશ્મીર ટાઈગર્સ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના કઠુઆ વિસ્તારમાં કાશ્મીર ટાઈગર્સે ભારતીય સેનાના કાફલા પર હુમલો કર્યો.

આતંકવાદી સંગઠને પત્ર જારી કર્યો છે...

કાશ્મીર ટાઈગર્સ નામના સંગઠને આ અંગે એક પત્ર પણ જારી કર્યો છે. પત્ર જારી કરીને તેણે આ હુમલાની જવાબદારી લીધી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “મુજાહિદ્દીને ગ્રેનેડ અને સ્નાઈપર રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો. હુમલા બાદ મુજાહિદ્દીન સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. અત્યાર સુધીના અહેવાલો અનુસાર, આ હુમલામાં 7 અધિકારીઓ માર્યા ગયા અને 6 ઘાયલ થયા. આ હુમલો (2024-06-26) ડોડામાં શહીદ થયેલા ત્રણ મુજાહિદ્દીનનો બદલો છે. ટૂંક સમયમાં વધુ વિનાશક હુમલાઓ શરૂ કરવામાં આવશે. કાશ્મીરની આઝાદી સુધી યુદ્ધ ચાલુ રહેશે.

કાશ્મીર ટાઈગર્સ જૈશ-એ-મોહમ્મદની શાખા છે...

તમને જણાવી દઈએ કે આ હુમલાની જવાબદારી લેનાર કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલું છે. જૈશ-એ-મોહમ્મદ એક પાકિસ્તાની આતંકવાદી સંગઠન છે જેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર્સ પણ જૈશ-એ-મોહમ્મદની એક શાખા છે. ભારતીય સેના પર હુમલો મંદિરની 500 મીટર નજીક અને જિલ્લા મુખ્યાલયથી 120 કિલોમીટર દૂર થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2 થી 3 આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : Jammu and Kashmir : જમ્મુના કઠુઆમાં આતંકી હુમલો, સેનાના 4 જવાન શહીદ

આ પણ વાંચો : મણિપુરની પરિસ્થિતિ સુધારવા રાહુલ ગાંધીની PM મોદીને વિનંતી

આ પણ વાંચો : હેમંત સોરેન પર સંકટના વાદળ, ED પહોંચી સુપ્રીમ કોર્ટ

Tags :
Gujarati NewsIndiaIndian-ArmyJammu and Kashmirkashmir tigersKathuaNationalTerrorist attack
Next Article