સાધુ સંતનો કે હિન્દુ દીકરાનો જો કોઇ વિરોધ કરશે તો જોયા જેવી થાશે : કરણી સેના
રાજકોટમાં બાબા બાગેશ્વરને લઈને રાજપૂત કરણી સેના હવે મેદાનમાં આવી ગઇ છે. કરણી સેનાના સૌરાષ્ટ્રના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યુ છે કે, જો કોઈ હિન્દુના દીકરાનો કે સાધુ સંતનો વિરોધ કરશે તો જોયા જેવી થશે, આગામી 1લી અને 2જી જૂનના રોજ બાબા બાગેશ્વર રાજકોટ આવશે ત્યારે કરણી સેના ખડે પગે રહેશે. તેમને કહ્યું કે, હિન્દુના દીકરાનો કોઈ વિરોધ કરશે તો જોયા જેવી થશે. .
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાનારા દિવ્ય દરબારની તડામાર તૈયારી કરાઇ રહી છે. રાજકોટમાં 1 લી અને 2 જી જૂનના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કરણી સેનાએ બાબા બાગેશ્વરનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે, અને તેમની સુરક્ષામાં ખડે પગે રહેવાની રણનીતિ ગોઠવી છે.
મહત્વનું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો છે.
આ દરબારમાં લાખોની સંખ્યામા ભક્તો આવી શકે તેવું અનુમાન લગાવવામા આવી રહ્યું છે. બાગેશ્વર બાબાએ માત્ર 26 વર્ષની ઉંમરમાં લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા છે, જેઓ ભગવાન અને તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે.
આ પણ વાંચો : સુરતના હીરાના કારખાનેદારે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ પડકાર