Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka : બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ પલટી, 20 ઘાયલ

Karnataka ના બેંગલુરુ-મૈસુર હાઈવે પર અકસ્માત અકસ્માતના કારણે અનેક લોકો થયા ઘાયલ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે Karnataka : બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં રોડવેઝની બસ પલટી ગઈ હતી. બસ બેંગલુરુથી સવારે...
karnataka   બેંગલુરુ મૈસુર એક્સપ્રેસ વે પર અકસ્માત  મુસાફરોથી ભરેલી બસ પલટી  20 ઘાયલ
  1. Karnataka ના બેંગલુરુ-મૈસુર હાઈવે પર અકસ્માત
  2. અકસ્માતના કારણે અનેક લોકો થયા ઘાયલ
  3. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે

Karnataka : બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં રોડવેઝની બસ પલટી ગઈ હતી. બસ બેંગલુરુથી સવારે નીકળી હતી. સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બસ માંડ્યા તરફના સર્વિસ રોડ પર પહોંચી ત્યારે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું અને બસ પલટી ગઈ. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત આજે સવારે 9.45 કલાકે થયો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Advertisement

CCTV માં જોઈ શકાય છે કે બસ એક્સપ્રેસ વેથી નીકળીને સર્વિસ રોડ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન બસ અચાનક પલટી ગઈ હતી. બસ મુસાફરોથી ભરેલી હતી. ઘટના બાદ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. લોકો બસમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : Tirupati : સુપ્રીમે રાજ્ય સરકારને ખખડાવી, તત્કાળ મીડિયા સમક્ષ જવાની શું જરુર હતી..?

કુંડાપુરમાં કાર-બસની ટક્કરમાં 1 નું મોત...

તાજેતરમાં કર્ણાટક (Karnataka)ના કુંડાપુરમાં કાર અને બસ વચ્ચેની ટક્કરમાં કારના માલિકનું મોત થયું હતું. નઝીર તેના પરિવાર સાથે કારમાં મેંગલુરુથી ભટકલ જઈ રહ્યો હતો, જ્યારે રાત્રે મુલ્લિકટ્ટે નજીક અરાટે પુલ પાસે તેની કારમાં કોઈ ખામી સર્જાઈ અને નઝીર કારમાંથી બહાર નીકળીને તેને રિપેર કરવાનું શરૂ કર્યું. ત્યારે કુંડાપુરથી ગંગોલી જઈ રહેલી હાઈસ્પીડ બસે તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નઝીર કાર અને બસ વચ્ચે ફસાઈ ગયો અને ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ગંગોળી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો : જો આદિત્યનાથને જીવતા રાખવા હોય તો બ્રાહ્મણોને મારવા... 'આ શું બોલી ગયા કોંગ્રેસ નેતા?'

Tags :
Advertisement

.