Kantara Chapter 1 ને રિલીઝ પહેલા લાગ્યો ઝડકો, ફિલ્મના 20 આર્ટિસ્ટનો જીવ....
- Kantara ની Busનો Accident કર્ણાટકના જડખાલમાં થયો
- આ વખતે પહેલા ભાગની પાછળની વાર્તા બતાવવામાં આવશે
- 6 જૂનિયર આર્ટિસ્ટની સારવાર મહાલક્ષ્મી હોસ્પિટલમાં ચાલી રહી
Kantara Chapter 1 bus accident : વર્ષ 2025 માં સાઉથ સિનેમામાંથી અનેક મેગા બજેટવાળી ફિલ્મો રિલીઝ થવાની છે. તેમાંRishab Shetty ની ફિલ્મ Kantara Chapter 1 પણ સામેલ છે. જોકે વર્ષ 2022 માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ Kantara ને ભારતીય અને વિદેશી દર્શકો દ્વારા ખુબ જ પ્રેમ મળ્યો હતો. ત્યારે ફિલ્મ Kantara ના નિર્દેશક અને અભિનેતાRishab Shettyએ ફિલ્મ Kantara Chapter 1 ને બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ તાજેતરમાં ફિલ્મ Kantara Chapter 1 ની ટીમનો ગમખ્વાર અકસ્માત થયો છે.
Kantara ની Bus નો Accident કર્ણાટકના જડખાલમાં થયો
એક અહેવાલ અનુસાર, હાલમાં ફિલ્મ Kantara Chapter 1 નું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારે ફિલ્મ Kantara Chapter 1 ના 20 જૂનિયર આર્ટિસ્ટને લઈને જતી Busને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. એવું સામે આવ્યું છે કે, Bus ના ડ્રાઈવરે Bus ના સ્ટેરિંગ ઉપરથી કાબૂ અકસ્માત થયો હતો. તેના કારણે રસ્તા પર 20 આર્ટિસ્ટથી ભરેલી Bus પલટી ખાઈ ગઈ હતી. ત્યારે Kantara Chapter 1 ની Bus નો Accident કર્ણાટકના જડખાલમાં થયો છે. તેના કારણે Kantara Chapter 1 ના 6 જૂનિયર આર્ટિસ્ટ ગંભીર રૂપે ઘાયલ થયા છે.
આ પણ વાંચો: Cillian Murphy એ પરિવારની યાદમાં ખરીદ્યું 105 વર્ષ જૂનું થિયેટર
A mini bus carrying junior artists of the film Kantara: Chapter 1 met with a tragic accident near Jadkaal, close to Kollur in Udupi district, on Sunday night. pic.twitter.com/QlSAXywuYE
— Bangalore Times (@BangaloreTimes1) November 25, 2024
6 જૂનિયર આર્ટિસ્ટની સારવાર મહાલક્ષ્મી હોસ્પિટલમાં ચાલી રહી
જોકે ઘટનાસ્થળ ઉપરથી તેમને તાત્કલિક ધોરણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં, તેમની સારવાર ચાલી રહી છે. જોકે 20 જૂનિયર આર્ટિસ્ટથી ભરેલી Busને અકસ્માત ત્યારે નડ્યો હતો, જ્યારે આ Bus Kantara Chapter 1 નું મુદૂરમાંથી શૂટિંર પૂરું કરીને કોલ્લૂર તરફ જઈ રહી હતી. ત્યારે હાલમાં, Kantara Chapter 1 ની શૂટિંગ પર રોક લગાવવામાં આવી છે. જોકે આમ કરવાથી શક્ય છે કે, Kantara Chapter 1 ને નુકસાન ભોગવવી પડે. કારણ કે... ફિલ્મ Kantara Chapter 1 નું વિવિધ સ્થળો ઉપર શૂટિંગ ચાલી રહ્યું છે.
આ વખતે પહેલા ભાગની પાછળની વાર્તા બતાવવામાં આવશે
હાલમાં, આ ગંભીર રીતે ઘાયલ થયેલા 6 જૂનિયર આર્ટિસ્ટની સારવાર જડખાલમાં આવેલી મહાલક્ષ્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. એક અઠવાડિયા પહેલાRishab Shettyએ સોશિયલ મીડિયા રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ પિક્ચર 2 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવશે. તે વિવિધ ભાષાઓમાં રિલીઝ થશે. આ ભાગને કાંતારાની પ્રિક્વલ કહી શકાય. પરંતુ આ વખતે પહેલા ભાગની પાછળની વાર્તા બતાવવામાં આવશે. હાલમાં ફિલ્મનું ત્રીજું શિડ્યુલ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં મેકર્સ આને પણ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું અડધાથી વધુ શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
આ પણ વાંચો: કરણ અર્જુન કે પુષ્પા! કોણ રહ્યું આગળ? જાણો બોક્સ ઓફિસ કલેક્શનનો અહેવાલ