Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WTC ફાઈનલના પહેલા દિવસે કાંગારુઓએ 327 રન બનાવ્યા, હેડ અને સ્મિથની શાનદાર બેટિંગ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા બીજી વખત WTC ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના...
wtc ફાઈનલના પહેલા દિવસે કાંગારુઓએ 327 રન બનાવ્યા  હેડ અને સ્મિથની શાનદાર બેટિંગ

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સિઝનની ફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા બીજી વખત WTC ફાઇનલમાં પહોંચી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત ટાઈટલ મેચમાં જગ્યા બનાવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલનો પ્રથમ દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો છે. ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમે સ્ટમ્પ સુધીમાં ત્રણ વિકેટે 327 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ 146 અને સ્ટીવ સ્મિથ 95 રને અણનમ છે. બન્નેએ ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી કરી છે.

Advertisement

મહત્વનું છે કે, WTC ફાઇનલમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ દિગ્ગજ બોલર અશ્વિન વગર 1 સ્પિનર અને 4 ફાસ્ટ બોલર સાથે ઉતરી હતી. આજે પહેલા દિવસે સ્ટીવ સ્મિથે ફિફટી ફટકારી હતી અને હેડએ શાનદાર સેન્ચુરી ફટકારી છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો હતો.

Advertisement

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં સ્મિથ અને હેડે ચોથી વિકેટ માટે અણનમ 251 રનની ભાગીદારી નોંધાવી હતી. આવી સ્થિતિમાં ભારતીય બોલરોએ વધુ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરવું પડશે. આ સાથે બંને માટે ખાસ રણનીતિ પણ તૈયાર કરવી પડશે.

Advertisement

તમને જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચ પહેલા સ્ટીવ સ્મિથે ઓવલ સ્ટેડિયમમાં 3 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 97.75ની મજબૂત એવરેજથી 391 રન બનાવ્યા હતા. તેણે અહીં (WTC ફાઈનલ પહેલા) 5 ઇનિંગ્સમાં 2 સદી ફટકારી હતી. તેનો અહીં આટલો મજબૂત રેકોર્ડ છે. હવે WTC ફાઇનલમાં પણ તેણે પહેલા દિવસે અણનમ 95 રન બનાવ્યા હતા.

રોહિતનું માનવું હતું કે પિચ પર ઘાસ છે અને ઝડપી બોલરોને અહીં બાઉન્સમાં સારી મદદ મળશે. શરૂઆતમાં પણ કંઈક આવું જ બન્યું હતું. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુરે પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું.

આ પણ વાંચો : આ છે Dhoni નો જબરો ફેન, પોતાના લગ્નના કાર્ડ પર છપાવી માહીની તસવીર

Tags :
Advertisement

.