ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh: આ તો જાણે મામાનું ઘર! પોલીસ પકડમાં પણ ગણેશ ગોંડલની ખીખીખી...

Junagadh: જુનાગઢ મારપીટ અને અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ અત્યારે સામે આવતી તસ્વીરો પ્રમાણે ધરપકડ બાદ પણ ગણેશ ગોંડલ હસી રહ્યો છે. જાણે પોલીસનો તેને કોઈ ડર જ નથી. એવુ લાગી રહ્યું...
05:05 PM Jun 06, 2024 IST | VIMAL PRAJAPATI
Junagadh Police arrested Ganesh Gondal

Junagadh: જુનાગઢ મારપીટ અને અપહરણના કેસમાં નાસતા ફરતા આરોપી ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ અત્યારે સામે આવતી તસ્વીરો પ્રમાણે ધરપકડ બાદ પણ ગણેશ ગોંડલ હસી રહ્યો છે. જાણે પોલીસનો તેને કોઈ ડર જ નથી. એવુ લાગી રહ્યું છે કે, તે જાણે પોલીસની પકડમાં નહીં પરંતુ પોતાના મામાના ઘરે ગયો હોય! નોંધનીય છે કે, ઘણા સમયથી તે પોલીસની પકડથી દુર રહ્યો હતો પરંતુ કાલે તેની જુનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. આજે મીડિયા સામે ગણેશ ગોંડલ હસતા ચહેરે જોવા મળ્યો હતો. શું તેણે કરેલા કામ માટે કોઈ જ પસ્તાવો નહીં હોય? જો કે, વીડિયો જોતા તો એવું જ લાગી રહ્યું છે તેને કોઈ જ પસ્તાવો નથી.

આરોપીઓ વધુ હતા અને પોલીસની બે ગાડીઓ હતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જુનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાનું અપહરણ કરીને માર માર્યાની ફરિયાદ ગણેશ ગોંડલ સામે નોંધાઈ હતી. ધરપકડની વાત કરવામાં આવે તો આરોપીઓ વધુ હતા અને પોલીસની બે ગાડીઓ હતી.આરોપી ભાગી ન જાય એટલે જે ગાડીમાં ગણેશ જાડેજા હતો તેમાંજ પોલીસ ગાડીમાં બેસી ગઈ હતી. ત્યારબાદ પોલીસ ગાડી ચલાવી જૂનાગઢ લઈ રવાના થઈ હતી. નોંધનીય છે કે, તપાસ માટે sit ની રચના કરવામાં આવી છે. આ સાથે સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.

ગણેશ ગોંડલને પકડવા માટે પોલીસે બે ટીમો પણ બનાવી હતી

તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. આ સાથે તમામ ટીમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો ગોંડલને 7 દિવસના રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગણેશ ગોંડલને પકડવા માટે પોલીસે બે ટીમો પણ બનાવી હતી. જેમીં સીસીટીવીના આધારે 3 ગાડીઓની ચકાસણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગણેશ ગોંડલને પકડવા માટે કોટડા સાંગાણી વાડીમાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને ત્યારથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Junagadh: શું હતો ગણેશ ગોંડલનો વિવાદ? માર મારવા ઉપરાંત અપહરણની છે ફરિયાદ

આ પણ વાંચો: Junagadh: આખરે ગણેશ ગોંડલની ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર

આ પણ વાંચો: Valsad: ઘોર કળિયુગના એંધાણ! ધરમપુરમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના

Tags :
Ganesh Gondal controversyJunagadhJunagadh PoliceJunagadh police arrested Ganesh Gondalkidnapping and assault casekidnapping caseLocal Gujarati Newslocal newsVimal Prajapati
Next Article