Junagadh News : ગધેડાએ ચલાવી 17 લાખની લક્ઝ્યુરિયસ કાર, જોવા માટે જામ્યું માનવ મહેરામણ!
જૂનાગઢના રસ્તા પર એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું જેમાં કારને ગધેડા સાથે બાંધીને શોરૂમ સુધી લઈ જવામાં આવી રહી હતી એટલું જ નહીં પરંતુ જાણે કોઈ શુભ પ્રસંગ હોય તેમ આગળ ઢોલ શરણાઈ પણ વાગતા હતા. ઢોલ શરણાઈ સાથે ગધેડું અને કાર આ દ્રશ્ય સ્વાભાવિક રીતે નવાઈ પમાડે તેવું હતું પરંતુ આ દ્રશ્યની વાસ્તવિકતા એ હતી કે કાર માલિક પોતાની નવી ખરીદેલી કારને લઈને ચિંતિત હતા. કારણ કે, 17.50 લાખની નવી કારની ખરીદી કરી અને તેમાં જો કોઈ ખામી જણાઈ તો સ્વાભાવિક રીતે કાર માલિક કંપનીમાં રજૂઆત તો કરશે જ.
મહત્વનું છે કે, ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર ગામના એડવોકેટ પ્રતાપસિંહ ચાવડાએ પોતાની જૂની કાર વેચીને નવી કારની ખરીદી કરી એ સમયે કંપની શોરૂમ પરથી જે ભાવ આપવામાં આવ્યો હતો તેના બદલે 15 દિવસ બાદ કારની ડિલિવરી સમયે 50 હજાર રૂપિયા વધુ ભાવ લગાડવામાં આવ્યો હતો. પ્રતાપસિંહ ચાવડાએ તેનો સ્વીકાર કર્યો અને નવી કાર લઈને હોંશેહોંશે ઘરે પહોંચ્યા પરંતુ બાદમાં કારના ટાયરમાં હવા રહેતી ન હોય, અન્ય ટેકનિકલ ખામીઓ સર્જાવા લાગી, પ્રતાપસિંહ જ્યારે પણ કાર સર્વિસ માટે મુકવા આવતાં ત્યારે કારની ખામીઓ વિશે જણાવતાં પરંતુ કંપનીના કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હતું.
પોતાની કારમાં અનેક ખામીઓ હોવાની ફરિયાદ કરી હતી. છેલ્લા છ મહિનાથી શોરૂમ સંચાલક દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં ન આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદનું નિરાકરણ ન લાવી અને કંપની દ્વારા ઉદ્ધતાય ભર્યું વર્તન કાર માલિક સાથે કરવામાં આવતું હોવાથી પ્રતાપસિંહ ચાવડા નામના કારચાલક રોષે ભરાયા હતા. ઢોલ, શરણાઇ વગાડતા શોરૂમ ઉપર પહોચ્યાં હતાં.
તે બાદ અંતે કંટાળીને કારના શોરૂમના માલિકને આ અંગે જાણ કરવા તથા પોતાની કારની ખામીઓ દૂર કરવા પ્રતાપસિંહ ચાવડાએ અનોખી રીતે વિરોધ કર્યો હતો અને ઢોલ શરણાઈ સાથે ગધેડું બાંધીને કારને શોરૂમ સુધી લઈ ગયા હતા અને કંપનીના શોરૂમના જવાબદાર કર્મચારીને આ અંગે ગંભીરતા દાખવી યોગ્ય કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : Gujarat High Court : આખી રાત ગરબા ચાલુ રાખવાની સૂચના મુદ્દે વિવાદ, 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે HC માં રજૂઆત