Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી,તળાવની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો

અહેવાલ - સાગર ઠાકર ,જૂનાગઢ જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળી હતી અને બેઠક બાદ મેયર ડેપ્યુટી મેયર સહીતના પદાધિકારીઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી, શહેરના નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફીકેશનની કામગીરીને લઈને ઉઠતા સવાલો, આક્ષેપો અને નિવેદનોને લઈને પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી...
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી તળાવની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો

અહેવાલ - સાગર ઠાકર ,જૂનાગઢ

Advertisement

જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળી હતી અને બેઠક બાદ મેયર ડેપ્યુટી મેયર સહીતના પદાધિકારીઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી, શહેરના નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફીકેશનની કામગીરીને લઈને ઉઠતા સવાલો, આક્ષેપો અને નિવેદનોને લઈને પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી.

Advertisement

નરસિંહ મહેતા સરોવરમાં ચાલતાં બ્યુટીફીકેશનના કામમાં તળાવમાં માટી નાખવામાં આવી રહી છે જેને લઈને નગરજનોમાં ચિંતા હતી કે તળાવની ઉંડાઈ ઘટી જશે અને જળસંગ્રહ શક્તિ ઘટી જશે જે અંગે પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે તળાવની આસપાસ વોકવે, ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક વગેરે કામો થવાના હોય તેના માટે ભરતી જરૂરી હતી આ સિવાય તળાવની ઉંડાઈ વધારવામાં આવશે, હાલ નરસિંહ મહેતા સરોવરની હાલ અંદાજે 500 એમએલડીની ક્ષમતા છે જે ઉંડાઈ વધારીને અંદાજે 800 એમએલડી જેટલી ક્ષમતા કરવામાં આવનાર છે.

Advertisement

નરસિંહ મહેતા સરોવરમાં ચોમાસાના પાણીનો સંગ્રહ થાય છે અને તેમાં માછલી ઉપરાંત યાયાવર પક્ષીઓનો વસવાટ છે, તળાવ બ્યુટીફીકેશનની કામગીરીમાં તળાવમાંથી પાણી ખાલી કરવાની જરૂરીયાત ઉભી થઈ છે તેથી જો પાણી ખાલી કરવામાં આવે તે તળાવના માછલી સહીતના જળચર જીવો મરી જવાની સંભાવના છે તેથી મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી અને એનજીઓને તળાવના જળચરને સ્થળાંતરીત કરવાની કામગીરી આપવા અંગે ઠરાવ કરવામાં આવ્યો છે અને આગામી બે દિવસમાં તળાવના જળચરને સ્થળાંતરીત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે.

મનપાના પદાધિકારીઓ દ્વારા તળાવને લઈને શહેરમાં ચાલતી ચર્ચાઓ અને ખોટી અફવાઓ થી દૂર રહેવા નગરજનોને અપીલ કરવામાં આવી છે અને ખાત્રી આપવામાં આવી છે કે નગરજનો નરસિંહ મહેતા સરોવરની જળસંગ્રહ શક્તિને લઈને ચિંતીત છે તે જ રીત મનપાના પદાધિકારીઓ પણ ચિંતિત છે અને તળાવની ઉંડાઈ વધશે તેથી જળસંગ્રહ શક્તિ પણ વધશે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો., જો કે મનપાની જળચર જીવોને સ્થળાંતરીત કરવાની વાતને લઈને પણ ચર્ચાઓ જાગી છે પરંતુ મનપા દ્વારા જીવદયાપ્રેમી સંસ્થાઓને જ આ કામગીરી સોંપવામાં આવી હોવાથી જળચર જીવોને કોઈ નુકશાન નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફીકેશનની કામગીરીને લઈને મનપા સામે સતત એક બાદ એક સવાલો ઉપસ્થિત થતાં રહે છે, નગરજનોની વેદના હોય કે વિપક્ષના આક્ષેપ મનપાના પદાધિકારીઓ તળાવના બ્યુટીફીકેશનને લઈને હંમેશા ખુલાસા કરવા મજબુર બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે, ચોમાસું નજીક આવી રહ્યું છે અને હવે તળાવ ખાલી કરવાની કામગીરી શરૂ થશે ત્યારે ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થશે કે કેમ તે પણ સવાલ ઉભા થયા છે અને જો કામગીરી પૂર્ણ નહીં થાય અને વરસાદી પાણીનો તળાવમાં સંગ્રહ નહીં થાય તો આસપાસના રહેણાંક વિસ્તારો માટે પાણીની સમસ્યા ઉભી થશે, જો ચાલુ કામગીરી વચ્ચે વરસાદી પાણી તળાવમાં ભરાઈ જશે તો કામગીરીને પણ અસર પડશે તો પ્રજાના નાણાંનો વેડફાટ થશે... આમ હાલ તળાવની બ્યુટીફીકેશનની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ચર્ચામાં છે.

આ પણ  વાંચો - જૂનાગઢના ધૈર્યની સંગીત ક્ષેત્રે અનોખી સિધ્ધી,જાણો

Tags :
Advertisement

.