Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: સ્વામિનારાયણ ગુરૂકુળમાં થયો મોટો કાંડ, બાળકના વાલીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના વિદ્યાર્થીના મોત બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું
junagadh  સ્વામિનારાયણ ગુરૂકુળમાં થયો મોટો કાંડ  બાળકના વાલીએ લગાવ્યા ગંભીર આક્ષેપ
Advertisement
  • જુનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિધાર્થીના મોતથી વિવાદ
  • ગ્નાનબાગ વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમાં બન્યો બનાવ
  • ઓમ અંકુરભાઇ સાંગાણી નામના વિધાર્થીનું થયું મોત
  • પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનો આક્ષેપ

Junagadh: જુનાગઢના સ્વામિનારાયણ ગુરૂકુળ(Swaminarayan Gurukul)માં વિધાર્થી(student)ના મોતથી વિવાદ સામે આવ્યો છે.સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના ઓમ સાંગાણી નામના વિધાર્થીનું મોત થયું હતું.પરિવારજનોને બિમારીને કારણે વિધાર્થીનું મોત થયો હોવાનો સંસ્થાએ બચાવ કર્યો હોવાના તેમજ સંસ્થા દ્રારા બાળક બિમાર હોવા છતા સારવાર ન કરાવી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે .સીસીટીવીમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાનું દેખાઇ રહ્યું છે.પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનું પરિવાર દ્વારા જાણવામાં આવ્યું હતું.અંતિમ ક્ષણની બે કલાકના સીસીટીવી ફુટેજ (CCTV footage)દેખાડવામાં ન આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

પરિવારજનોએ આક્ષેપ કર્યો

જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં રાજકોટના વિદ્યાર્થીના મોત બાદ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી જ્ઞાનબાગ ગુરુકુળમાં ધોરણ 6માં હોસ્ટેલમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળક બીમાર હોવા છતાં તેની કોઇ જ સારવાર ન કરાવી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગુરૂકુળની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ બીમારીને કારણે બાળકનું મોત થયું હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -અમદાવાદમાં 48 બાંગ્લાદેશીઓની અટકાયત,અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો

વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ ન લઈ જવાયાના આક્ષેપ

આ ઘટનામાં વિદ્યાર્થીના વાલીઓએ જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવ્યાં છે. વિદ્યાર્થીના વાલીના આક્ષેપ છે કે જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલકો તેના સંતાનને સમયસર હોસ્પિટલ ન લઈ ગયા, જેથી તેનું મોત થયું છે. ફરિયાદમાં લખાવ્યાં અનુસાર તેમના બાળકની તબિયત 19 તારીખથી ખરાબ હતી અને સરખું ચાલી પણ શકતો ન હતો એવું સીસીટીવીમાં દેખાય છે. આમ છતાં ગુરુકુળના સંચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા ન હતા.

આ પણ  વાંચો -VADODARA : PM નરેન્દ્ર મોદીના આગમન રૂટ પર સિક્યોરીટીનું નિરીક્ષણ કરતી SPG

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાનું દેખાઇ રહ્યું છે.જો કે સંસ્થા દ્રારા કોઇ જ સારવાર કરવામાં ન આવી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. પોલીસ પણ પરિવારને જવાબ ન આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અંતિમ ક્ષણની બે કલાકના સીસીટીવી ફુટેજ દેખાડવામાં ન આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીના મોતને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

Trending News

.

×