સરકારી કર્મચારીઓમાં આનંદો! Diwali ના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે લીધો આ મોટો નિર્ણય...
- દિવાળી તહેવારોને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય
- સરકારી કર્મચારીઓને મળશે એડવાન્સમાં પગાર
- સરકારી કર્મચારીઓમાં જોવા મળી ખુશીની લહેર
દિવાળી (Diwali)ના તહેવારોને લઈને રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓના ઓક્ટોબર મહિનાના પગાર અને પેન્શન એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળી (Diwali)ના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજ્યકર્મીઓ માટે મુખ્યમંત્રીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોટી રાહત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યકર્મીઓ અને પેન્શનરો માટે દિવાળી (Diwali)ની ખુશી વધારવા માટે એક સારો નિર્ણય લીધો છે. દિવાળી (Diwali)ના તહેવારોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોને ઓક્ટોબર મહિના માટેના પગાર અને પેન્શનની ચુકવણી એડવાન્સમાં કરવાની જાહેરાત કરી છે.
CM Bhupendra Patelનો કર્મચારીલક્ષી નિર્ણય | Gujarat First#BhupendraPatel #EmployeeWelfare #DiwaliBonus #AdvanceSalary #GujaratCMDecision #PositiveResponse #PensionAdvance #FestiveRelief #GujaratGovernment #EmployeeSupport #Gfcard #Gujaratfirst@Bhupendrapbjp pic.twitter.com/H7lTfIpXn1
— Gujarat First (@GujaratFirst) October 16, 2024
આ પણ વાંચો : Vav Assembly By-Election માં જામશે ત્રિપાંખિયો જંગ
મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્દેશ આપ્યા...
એડવાન્સ ચુકવણીનો સમયગાળો આમ, આ ચુકવણી 23 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી કરવામાં આવશે. નાણાં વિભાગને આ માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ દિશા-નિર્દેશ આપ્યા છે. રાજ્યકર્મીઓને આ નિર્ણયથી દિવાળી (Diwali)ના તહેવારોની ઉજવણી વધુ આનંદ સાથે કરવા મળશે.
આ પણ વાંચો : VADODARA : PM મોદીની મુલાકાતને પગલે શહેરની સુંદરતા નીખારવા દિવસ-રાત એક કરતું તંત્ર
એસોસિએશનના આગ્રહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો...
કર્મચારી મંડળોની રજૂઆતથી સકારાત્મક પરિણામ વિશિષ્ટ કર્મચારી મંડળો અને એસોસિએશનના આગ્રહને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળે અને તે તેમના તહેવારની તૈયારીઓ સારી રીતે કરી શકે.
આ પણ વાંચો : Kandla: ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોતથી હાહાકાર