આવતીકાલે રાષ્ટ્રને સંબોધિત કરશે Joe Biden, રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા અપાઈ જાણકારી...
જો બિડેન (Joe Biden) US પ્રમુખપદની ચૂંટણીની ઉમેદવારીમાંથી ખસી ગયા બાદ આવતીકાલે રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ બિડેને (Joe Biden) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે તેઓ આવતીકાલે રાત્રે 8 વાગ્યે (સ્થાનિક સમય) રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. આમાં તે કહેશે કે આગળ શું થશે? તે અમેરિકન લોકો માટેનું કાર્ય કેવી રીતે પૂર્ણ કરશે?
Tomorrow evening at 8 PM ET, I will address the nation from the Oval Office on what lies ahead, and how I will finish the job for the American people.
— President Biden (@POTUS) July 23, 2024
સ્ટાફનો આભાર માન્યો હતો...
બિડેને (Joe Biden) એમ પણ કહ્યું કે તે અને તેની પત્ની જીલ US સિક્રેટ સર્વિસ ડિરેક્ટર Kimberly Cheatle ના દાયકાઓની જાહેર સેવા માટે આભારી છે. તેઓ ખાસ કરીને તેમના વહીવટ દરમિયાન સિક્રેટ સર્વિસનું નેતૃત્વ કરવા બદલ તેમનો આભાર માને છે.
તે દિવસે જે બન્યું તે ફરી ક્યારેય ન થઈ શકે - બિડેન
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાને લઈને બિડેને (Joe Biden) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે 13 જુલાઈના રોજ જે પણ થયું. તેઓ તેના માટે સ્વતંત્ર તપાસ અને સમીક્ષા કરી રહ્યા છે. તે દિવસે જે પણ થયું એવું કદાચ ફરી ક્યારેય ન બને.
ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદ ચીટલે રાજીનામું આપ્યું...
તમને જણાવી દઈએ કે 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં એક રેલીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ અમેરિકન સિક્રેટ સર્વિસ ડિરેક્ટર Kimberly Cheatle પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પ પર હત્યાના પ્રયાસ સંબંધિત સુરક્ષા ખામીઓની તપાસનો સામનો કર્યા પછી ચીટલને રાજીનામું આપવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : ટ્રમ્પ પર ફાયરિંગ બાદ સિક્રેટ સર્વિસના ડિરેક્ટરે આપ્યું રાજીનામું
આ પણ વાંચો : France Rape Case: પેરિસ ઓલિમ્પિક જોવા આવેલી મહિલા સાથે થયો Gangrape , CCTV આવ્યા સામે
આ પણ વાંચો : Joe Biden : શું જો બિડેન મૃત્યુ પામ્યા છે?, ઈન્ટરનેટ પર વાયરલ થયા આવા સમાચારો...!