J&K Pahalgam Attack : પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા 4 આતંકીઓની તસવીર જાહેર
- પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલો કરનારા 4 આંતકીઓની તસવીર આવી સામે (J&K Pahalgam Attack )
- અગાઉ પર્યટકોની મદદથી સ્કેચ તૈયાર કરીનેજાહેર કરવામાં આવ્યા હતા
- પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓનાં મોતનાં અહેવાલ છે, જ્યારે 17 થી વધુ ઘવાયા છે
- PM મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવી ભારત પરત ફર્યા, ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરમાં
J&K Pahalgam Attack : J&K નાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલાને લઈ મોટા સમાચાર આવ્યા છે. પર્યટકો પર હુમલો કરનારા પૈકી 4 આતંકવાદીઓની પહેલી તસવીર સામે આવી છે. જ્યારે આ પહેલા પર્યટકોની મદદથી સ્કેચ (Tourist Sketch) તૈયાર કરીને જાહેર કરાયા હતા. જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) અનંતનાગ જિલ્લામાં આવેલા પહેલગામ હિલ સ્ટેશન પર આતંકવાદીઓએ એક પ્રવાસી જૂથ પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack: J&K માં દહેશતનો માહોલ, આજે બધી શાળાઓ બંધ

આ હુમલામાં 26 લોકોના મોત થયાના અહેવાલ
આ હુમલામાં (J&K Pahalgam Attack) 26 લોકોના મોત થયાના અહેવાલ છે. કેન્દ્રીય એજન્સીનાં સૂત્રોએ આ માહિતી આપી છે. ઘણા લોકો ઘાયલ થયા. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. આ હુમલો પહેલગામના બૈસરન વિસ્તારમાં થયો હતો, જ્યાં આતંકવાદીઓએ પ્રવાસીઓનાં એક જૂથને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીના નિર્દેશ પર, ગઈકાલે જ ગૃહમંત્રી અમિત શાહ (AMit Shah) શ્રીનગર પહોંચ્યા હતા અને હાઇ લેવલની બેઠક કરી હતી.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : પહેલગામ હુમલામાં સામેલ આતંકીની પહેલી તસવીર આવી સામે
આતંકી હુમલા બાદ ઘાટીમાં ભારે આક્રોશ
જણાવી દઈએ કે, પહેલગામ આતંકી હુમલાને લઈ જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં સ્વંયભૂ બંધની જાહેરાત કરવામાં આવી છે. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જમ્મુ, શ્રીનગર (Shrinagar), ગાંદરબલમાં લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક રાજકીય પાર્ટીઓ પણ આ વિરોધમાં જોડાઈ છે. PDP નેતા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti) પણ વિરોધમાં જોડાયા છે. તેમણે આ હુમલાની નિંદા કરી છે. આતંકી હુમલા બાદ ઘાટીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો -J&K Pahalgam Attack : આ રહ્યાં નિર્દોષ પર્યટકોને મોતને ઘાટ ઉતારનાર આંતકી! સ્કેચ જાહેર કરાયા