Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

J&K Elections: ડોડામાં PM મોદીનો હુંકાર...કહ્યું,"આ ચૂંટણી જમ્મુ માટે ભાગ્ય ખોલશે"

PM મોદી જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી જનસભા સંબોધી PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન 3 પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે J&K Elections:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)જમ્મુ-કાશ્મીર(jammu and kashmir)ના ડોડામાં એક મોટી ચૂંટણી...
02:27 PM Sep 14, 2024 IST | Hiren Dave
PM Modi in Doda

J&K Elections:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)જમ્મુ-કાશ્મીર(jammu and kashmir)ના ડોડામાં એક મોટી ચૂંટણી (Assembly Election 2024)રેલી કરી રહ્યા છે. 42 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેરસભા કરી રહ્યા છે. આ દરમિયાન PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારના પ્રયાસોનું પરિણામ છે.

 

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે: PM Modi

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ પણ મિશન 50માં વ્યસ્ત છે. ભાજપ ઘાટીમાં કમળ ખીલવવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરમાંથી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. PM મોદી ડોડામાં રેલીને સંબોધન કરતા કહ્યું હતું કે, આ ચૂંટણી જમ્મુકાશ્મીરનું ભાગ્ય ખોલશે.

PM મોદીએ કહ્યું, 'તમે બધા ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોમાંથી અહીં પહોંચ્યા છો, તમે અહીં આવવા માટે કલાકો સુધી મુસાફરી કરી છે, તેમ છતાં તમારા ચહેરા પર અને ત્યાં કોઈ થાક નથી સર્વત્ર ઉત્સાહ છે. હું તમારા અને દેશ માટે બમણું અને ત્રણ ગણું કામ કરીને તમારા પ્રેમ, તમારા આશીર્વાદનો બદલો આપીશ. તમે અને હું સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું.

 

PM મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું, 'તમે અહીં જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારા બાળકોની પરવા કરી નથી. તેઓ માત્ર અને માત્ર તેમના બાળકોને પ્રોત્સાહન આપતા જમ્મુ-કાશ્મીરના મારા યુવાનો આતંકવાદમાં ફસાઈ ગયા અને પરિવારવાદને પ્રોત્સાહન આપતી પાર્ટીઓ તમને ગેરમાર્ગે દોરતા રહી. આ લોકોએ જમ્મુ-કાશ્મીરમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી. આ વખતે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરવા જઈ રહી છે. આઝાદી બાદથી જ આપણું પ્રિય જમ્મુ અને કાશ્મીર વિદેશી શક્તિઓનું નિશાન બની ગયું છે, ત્યારબાદ આ સુંદર રાજ્યને ભાઈ-ભત્રીજાવાદે પોકળ બનાવવાનું શરૂ કર્યું છે.

 

3 પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું

ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પરિવારવાદે જમ્મુ-કાશ્મીરને પાછળ રાખી દીધું છે. કશ્મીરમાં એક તરફ 3 પરિવારો છે તો બીજી તરફ કશ્મીરી યુવા છે. અને આજ સુધીમાં 3 પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે. તેમના કારણે હજારો બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલા કશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સમાન્ય થઇ ગઈ છે. આ ચૂંટણી જમ્મુ કાશ્મીરનું ભાગ્ય નકી કરશે.\

આ પણ  વાંચો-PM Modiના ઘેર નવા મહેમાનનું આગમન, જુઓ વીડિયો....

આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે

ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલા કશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સમાન્ય થઇ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારના પ્રયાસોનું પરિણામ છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.

આ પણ  વાંચો-Faridabadમાં અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં XUV કાર ફસાતા 2 ડૂબ્યા

સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું

રેલીમાં ભીડને જોઈને પીએમ મોદીએ કહ્યું હતું કે, 'તમે બધા ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોમાંથી અહીં આવ્યા છો, તમે અહીં સુધી પહોંચવા માટે કલાકો સુધી મુસાફરી કરી હશે, તેમ છતાં તમારા ચહેરા પર કોઈ થાક નથી, હું તમારા અને દેશ માટે બમણું અને ત્રણ ગણું કામ કરીને તમારા પ્રેમ, અને આશીર્વાદનો બદલો ચૂકવીશ, તમે અને હું સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીરનું નિર્માણ કરીશું.'

આ પણ  વાંચો-સુરક્ષિત ગણાતા Jammu Regionમાં કેમ આતંકી હુમલા વધ્યા?

માત્ર પોતાના બાળકોને જ આગળ વધાર્યા

વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, ' તમે અહીંયા જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારા બાળકોની ચિંતા કરી નથી. તેમણે માત્ર પોતાના બાળકોને જ આગળ વધાર્યા છે, પરિવારવાદને પ્રોત્સાહન આપતા પક્ષોએ જમ્મુ-કાશ્મીરના મારા યુવાનોને આતંકવાદમાં ફસાવી તેમને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. આ લોકોએ રાજ્યમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી. આ વખતની ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે. આઝાદી બાદથી જ આપણું પ્રિય જમ્મુ અને કાશ્મીર વિદેશી શક્તિઓનું નિશાન બની ગયું હતું, ત્યારબાદ આ સુંદર રાજ્યને ભાઈ-ભત્રીજાવાદે પાછળ રાખવાનું શરૂ દીધું હતું.

 

તેમણે કયારેય SC-ST અને OBC નું નામ પણ લીધું નથી

બંધારણને લઈને વડાપ્રધાને વિપક્ષ પર આક્ષેપ કર્યો હતો કે, ' આ લોકો(વિપક્ષ) બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાના કાળા કૃત્યો છુપાવવા માટે આ પ્રકારનો દેખાડો કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણની આત્માને ફાડી નાખી હતી. નહિંતર આપણા જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી બે બંધારણ હતા તેનું કારણ શું હતું? દેશના અન્ય ભાગોમાં જે અધિકારો નાગરિકોને મળી મળ્યા છે તે અહીંના નાગરિકોને કેમ નથી મળ્યા? શું કારણ છે કે અહીંના આપણા પહાડી ભાઈ-બહેનોને આટલા વર્ષો સુધી અનામત મળી ન હતી? તેમણે તો અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં એસસી/એસટી અને ઓબીસીનું નામ પણ લીધું નથી.

Tags :
assembly election 2024dodaElection 2024Jammu and KashmirJammu and Kashmir Assembly Election 2024pm modiPM Modi in DodaPM Modi in Jammu and Kashmirpm modi rally
Next Article