J&K Congress Manifesto : Congress એ જાહેર કર્યો મેનિફેસ્ટો, અનેક મોટા નેતાઓ રહ્યા હાજર
- જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં
- કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ભાજપ પર કર્યા પ્રહાર
- પવન ખેડા સહિત અનેક મોટા નેતાઓ રહ્યા હાજર
કોંગ્રેસે (Congress) જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો (Manifesto) બહાર પાડ્યો છે . આ પ્રસંગે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કારા અને પવન ખેડા અને જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં તારિક હમીદ કારાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો આ ઢંઢેરો જનતાની માંગના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
'લોકોનો મેનિફેસ્ટો' - Congress
તારિક હમીદ કારાએ કહ્યું- હું તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીનો આ મેનિફેસ્ટો (Manifesto) વાસ્તવમાં લોકોનો મેનિફેસ્ટો છે. 22 જિલ્લાઓમાં સમિતિઓ દ્વારા, અમે સમાજના વિવિધ વર્ગોનો સંપર્ક કર્યો, પ્રતિસાદ એકત્રિત કર્યો અને આ મૂલ્યવાન આંતરદૃષ્ટિને આ દસ્તાવેજમાં સામેલ કરી. અમે તેને ગર્વથી લોકોનો મેનિફેસ્ટો (Manifesto) કહીએ છીએ.
Live: Manifesto Launch Shri @Pawankhera Ji & PCC President Shri @TariqKarra Ji at Srinagae PCC.#HathBadlegaHalaathttps://t.co/SRx3Hd7AdF
— J&K Congress (@INCJammuKashmir) September 16, 2024
આ પણ વાંચો : માત્ર 'મુરલી' જ નહીં 'સુદર્શન' ચક્રનો પણ ઉપયોગ કરવો પડશે - UP ના CM યોગીએ આવું કેમ કહ્યું?
પવન ખેડાનો ભાજપ પર પ્રહાર...
પવન ખેડાએ કહ્યું, "છેલ્લા 10 વર્ષથી કાશ્મીરની પરિસ્થિતિને કારણે કાશ્મીરનું હૃદય ઘાથી ભરાઈ ગયું છે. પરંતુ હવે તે જખમોને રુઝાવવાનો સમય આવી ગયો છે. જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં એક લાંબી રાત પૂરી થવા જઈ રહી છે. અને દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી એવી સરકાર છે કે જેમાં લોકોનો અવાજ સાંભળવામાં આવતો નથી, તેને ધ્યાનમાં રાખીને અમારી ટીમે 22 જિલ્લાઓમાં જઈને લોકો સાથે વાત કરી છે આ માત્ર કાગળોનું બંડલ નથી, જે અમે પૂર્ણ કરીશું.
આ પણ વાંચો : Arvind Kejriwal આવતીકાલે CM પદેથી રાજીનામું આપશે, LG પાસે માંગ્યો સમય