Jignesh Soni Dabba Trading Racket : હત્યા કેસમાં આજીવન સજા પામનાર જીજ્ઞેશ સોની IPS ની મહેરબાનીથી Gambler બની ગયો
અમદાવાદ શહેર (Ahmedabad City) માં પ્રદીપ ડોનની ગોળી મારીને હત્યા (Pradip Don Murder) કરનારો જીજ્ઞેશ સોની (Jignesh Soni) સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના હાથે ઝડપાયો છે. હત્યા કેસમાં આજીવન કેદની સજા (Life Imprisonment in Murder Case) બાદ વર્ષ 2020થી જામીન પર રહેલો જીજ્ઞેશ સોની (Jignesh Soni) છેલ્લાં લાંબા સમયથી શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ અને ક્રિકેટ સટ્ટાનું રેકેટ ચલાવતો હતો. SMC ની ટીમે પશ્ચિમ અમદાવાદમાં આવેલી ઓફિસ પર દરોડો પાડી ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Satta Betting) અને ડબ્બા ટ્રેડીંગના રેકેટ (Dabba Trading Racket) નો પર્દાફાશ કર્યો છે.
શું નોંધાયો છે ગુનો ?
સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર જી ખાંટ (SMC PI R G Khant) અને તેમની ટીમે સેટેલાઈટ PNTC બિલ્ડિંગના સી બ્લોકમાં આવેલી ઓફિસ પર દરોડો પાડયો હતો. દરોડામાં પોલીસને 8 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 1 ડાયરી, 4 પેડ અને 1,240 રૂપિયા રોકડ મળી છે. સ્થળ પરથી જીજ્ઞેશ ગંગારામ સોની, કથન સતિષભાઈ પટેલ અને હર્ષલ કમલેશભાઈ સોની મળી આવ્યા છે. આરોપીઓ લેપટોપ થકી શેર ડબ્બા ટ્રેડિંગનો ધંધો ચલાવતા હતા. Aero Bricks Server પર આરોપીઓ ગ્રાહકોના કરોડો રૂપિયાના ગેરકાયદેસર સોદા કરતા હતા. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ક્રિકેટ સટ્ટા બેટિંગની રાધે એક્સચેન્જની આઇડી (Radhe Exchange ID) મળી છે. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં Gambling Act 4, 5 IPC Act 406, 419, 420, 114 IT Act 66 (c)(d) અને Security Contract Regulation Act 23e, 23af, 23g, 23h હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કેસમાં કોને - કોને વૉન્ટેડ દર્શાવ્યા
ક્રિકેટ IDમાં એરિક હિરેનભાઈ શાહ ( રહે સાઉથ બોપલ, હાલ દુબઈ), રાજ પટેલ (રહે. ઘાટલોડિયા, અમદાવાદ) અને ટોમી ઊંઝા (રહે. ઊંઝા હાલ દુબઈ)ને ફરાર બતાવ્યા છે. જ્યારે ડબ્બા ટ્રેડિંગમાં એરિક શાહ, અજિત ખત્રી (રહે. સુરત), હરેશ ધરસંડિયા (રહે. અમદાવાદ), જિગર ડીસા અને જેનીલ અમદાવાદને વૉન્ટેડ બતાવ્યા છે.
કોણ છે જીજ્ઞેશ સોની ?
જુલાઈ-2009માં અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશન (Kahdiya Police Station) ની હદમાં પ્રદીપ ડોનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. પ્રદીપ ડોનની હત્યામાં જીજ્ઞેશ સોની (Jignesh Soni) ઉર્ફે જીગો અને રાકેશ પંડ્યા ઉર્ફે રાકેશ બાહ્મણે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રદીપ ડોનની હત્યા બાદ જીજ્ઞેશ સોની (Jignesh Soni) અને તેના સાગરીતો જેલમાં ધકેલાયા હતા. સાબરમતી જેલમાં લાંબો સમય વીતાવનારા જીજ્ઞેશના અન્ય ગુનેગારો સાથે સંપર્ક બની ગયા હતા. પેરોલ પર બહાર આવતા જીજ્ઞેશ સોનીને (Jignesh Soni) લોકો એક મોટા ગુનેગારની જેમ જોવા લાગ્યા હતા. જેનો જીજ્ઞેશ સોનીએ (Jignesh Soni) લાભ ઉઠાવવાનો શરૂ કરી દીધો હતો. અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બિલ્ડરોને જીજ્ઞેશ સોનીએ (Jignesh Soni) ટાર્ગેટ કરવાનું શરૂ કરી ખંડણી રેકેટ શરૂ કર્યું હતું. થોડાક વર્ષો અગાઉ 75 લાખની ખંડણી માગવાનો કેસ (Extortion Case) પણ ખાડીયા પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયો હતો. આ ઉપરાંત જમીનની મેટરોમાં પણ જીજ્ઞેશ સોનીએ (Jignesh Soni) ઝંપલાવ્યું હોવાની વાતો ચર્ચામાં છે. ભ્રષ્ટ IPS અધિકારીઓની છત્રછાયા મળતા હત્યારો મોટો ખેલાડી બની ગયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.