ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jharkhand : ગઠબંધનની તાકાત જોવા મળશે કે પછી 'ખેલા હોગા'... ઝારખંડની રાજકીય લડાઈમાં આજે શક્તિ પ્રદર્શન

ઝારખંડ (Jharkhand)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે, JMM અને કોંગ્રેસના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ થશે, જેમાં નક્કી થશે કે વર્તમાન સરકાર રહેશે કે જશે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ધારાસભ્યો વિમાન દ્વારા રાંચી પરત ફર્યા છે....
07:36 AM Feb 05, 2024 IST | Dhruv Parmar

ઝારખંડ (Jharkhand)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે, JMM અને કોંગ્રેસના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ થશે, જેમાં નક્કી થશે કે વર્તમાન સરકાર રહેશે કે જશે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ધારાસભ્યો વિમાન દ્વારા રાંચી પરત ફર્યા છે. ઝારખંડ વિધાનસભામાં આજે 5 મી ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાવાની છે. આ ધારાસભ્યો આમાં ભાગ લેવા માટે રાંચી પરત ફર્યા છે. JMM અને કોંગ્રેસે તેમના ધારાસભ્યોને રાંચીની બહાર મોકલવાનો નિર્ણય લીધો હતો. જમીન કૌભાંડમાં હેમંત સોરેનની ધરપકડ અને રાજીનામા બાદ ઝારખંડ (Jharkhand)માં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ફ્લોર ટેસ્ટ પહેલા ઝારખંડ (Jharkhand)ના સીએમ ચંપઈ સોરેને કહ્યું કે ભાજપે હેમંત સોરેનને ફસાવ્યા છે. ભાજપને સત્તામાં આવતા રોકવા માટે હેમંત સોરેનને સજા આપવામાં આવી હતી.

હેમંત સોરેન પર EDની કાર્યવાહી બાદ, ચંપઈ સોરેન ઝારખંડ (Jharkhand)ના નવા સીએમ બન્યા, પરંતુ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ સંપૂર્ણ રીતે એલર્ટ રહ્યા. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના ધારાસભ્યો હૈદરાબાદ જવા રવાના થયા. આ ધારાસભ્યો 2 ફેબ્રુઆરીએ રાંચીથી હૈદરાબાદ જવા રવાના થયા હતા. જ્યારે ધારાસભ્યોને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યાં જાય છે તો તેઓએ રસપ્રદ જવાબ આપ્યો.

બિરયાની ખાવા જતા

ધારાસભ્યોએ રાંચી છોડતી વખતે કહ્યું હતું કે 'અમે બિરયાની ખાવા હૈદરાબાદ જઈ રહ્યા છીએ.' ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય હફિઝુલ હસનના જવાબનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવી પડશે

તમને જણાવી દઈએ કે ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સીટો છે, જેમાંથી હાલ એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં બહુમતનો જાદુઈ આંકડો 41 થઈ ગયો છે. જેમાંથી ગઠબંધન સરકારે કુલ 48 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેમાં જેએમએમ પાસે 29, કોંગ્રેસ પાસે 17, RJD અને CPI (ML) પાસે એક-એક ધારાસભ્ય છે.

રાંચીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ઝારખંડ (Jharkhand)માં ચાલી રહેલા રાજકીય સંકટ માટે સોમવારનો દિવસ મહત્વનો બનવા જઈ રહ્યો છે. સોમવારે અહીં વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજાનાર છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને જાહેર રેલી પહેલા રાંચીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે હૈદરાબાદ મોકલવામાં આવેલા તમામ ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે.

આ પણ વાંચો : જાણો કોણ છે આ Satendra Siwal? જે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન આપતો હતો

Tags :
Alamgir AlamBhoktachampai sorenCM Champai SorenedIndiaJharkhandJharkhand GovernmentJharkhand Mukti MorchaLand scamNationalRanchiSatyanand Bhokta
Next Article