Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jharkhand: જમશેદપુરમાં ધ્રુજી ધરા, 4.3ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

Jharkhand:ઝારખંડની રાજધાની રાંચી અને જમશેદપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
jharkhand  જમશેદપુરમાં ધ્રુજી ધરા  4 3ની તીવ્રતાનો અનુભવાયો આંચકો
  • નવા વર્ષમાં ઝારખંડનમાં ભૂકંપનો આંચકો
  • લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાયો

Advertisement

Jharkhand :ઝારખંડ(Jharkhand)ના જમશેદપુરમાં ભૂકંપ(Earthquake in Ranchi and Jamshedpur )નો આવ્યો હોવાનું સામે આવ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.જો કે સદનસીબે કોઇ જાનહાનિના અહેવાલ નથી.

લોકો નીકળ્યા ઘરની બહાર

શનિવારે સવારે જમશેદપુરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાંચીના તામાડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે સવારે આવેલા ભૂકંપમાં લગભગ પાંચ સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. ચાઈબાસાના ચક્રધરપુરમાં પણ ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

Advertisement

કોઇ જાનહાનિ નહી

ભૂકંપનું કેન્દ્ર ઝારખંડના ખારસાવાન જિલ્લાથી 13 કિલોમીટર દૂર વિસ્તારમાં જોવા મળ્યું હતું. શનિવારે સવારે 9:20 વાગ્યે અહીં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી

Advertisement


ભૂકંપ શા માટે થાય છે?

હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે. જેના કારણે સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. ભૂકંપના કારણે મકાનો ધરાશાયી થાય છે, જેના પરિણામે હજારો લોકોના મોત થાય છે.

ભારતમાં ભૂકંપના ક્ષેત્રો કયા છે?

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ઝોનને 4 ભાગોમાં વિભાજિત કર્યું છે એટલે કે ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5. ઝોન-5ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે, જ્યારે ઝોન-2ને સૌથી ઓછા સંવેદનશીલ ગણવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-4માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે, જે મોટી તબાહી સર્જી શકે છે.

Tags :
Advertisement

.