Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jharkhand : ખેડૂતોની બલ્લે-બલ્લે, 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે, કેબિનેટની મળી મંજૂરી

CM હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળી બેઠક બેઠકમાં ખેડૂતોના પ્રસ્તાવને મળી મંજૂરી કૃષિ લોન માફી મર્યાદામાં વધારો કરાયો ઝારખંડ (Jharkhand) કેબિનેટે બુધવારે કૃષિ લોન માફી યોજનાનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય કર્યો અને લોનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી....
09:21 AM Aug 08, 2024 IST | Dhruv Parmar
  1. CM હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળી બેઠક
  2. બેઠકમાં ખેડૂતોના પ્રસ્તાવને મળી મંજૂરી
  3. કૃષિ લોન માફી મર્યાદામાં વધારો કરાયો

ઝારખંડ (Jharkhand) કેબિનેટે બુધવારે કૃષિ લોન માફી યોજનાનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય કર્યો અને લોનની મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી. એક અધિકારીએ આ માહિતી આપી. CM હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટ સચિવ વંદના દાડેલે જણાવ્યું હતું કે, "કેબિનેટે કૃષિ લોન માફીની મર્યાદા રૂ. 50,000 થી વધારીને રૂ. 2 લાખ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 રહેશે."

કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 1.91 લાખ ખેડૂતોને આનો લાભ મળશે. તેમણે કહ્યું કે 2021-22માં રાજ્ય સરકારે 50,000 રૂપિયા સુધીની પાક લોન માફ કરવાની જાહેરાત કરી હતી. સરકારે 4.73 લાખથી વધુ ખેડૂતોની રૂ. 50,000 સુધીની લોન માફ કરી છે અને બેન્કોને રૂ. 1,900 કરોડથી વધુનું વિતરણ કર્યું છે. કેબિનેટ દ્વારા કુલ 37 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Rain Forcast : આં રાજ્યોમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, IMD એ આપી ચેતવણી

ચંપાઈ સોરેને લોન માફીની જાહેરાત કરી હતી...

જુન મહિનામાં ઝારખંડ (Jharkhand)ના તત્કાલિન CM ચંપાઈ સોરેને લોન માફીની જાહેરાત કરી હતી. CM એ કહ્યું હતું કે તેમની ગઠબંધન સરકાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે અને મફત વીજળીનો ક્વોટા વધારીને 200 યુનિટ કરશે. આ માટે તેમણે બેંકોને દરખાસ્તો રજૂ કરવા કહ્યું હતું. હવે આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સોરેનના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020 સુધી, ખેડૂતોની 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે. હેમંત સોરેનને જામીન મળ્યા બાદ તેમણે ઝારખંડ (Jharkhand)ના CM પદ સંભાળ્યું છે. EDએ તેની સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. આ કારણોસર તેમણે CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો : BJP નેતા અમૃતલાલ મીણાનું હાર્ટ એટેકના કારણે નિધન, 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ...

Tags :
CabinetGujarati NewsIndiaJharkhandJharkhand FarmersJharkhand Farmers loansloan waiverNational
Next Article