ગજેન્દ્રસિંહ પરમારને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી
- પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલી વધી
- ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
- ગુનાની ગંભીરતા જોતા જામીન ન આપી શકાયઃ HC
- ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવતા રાજસ્થાનમાં અરજી
- રાજસ્થાન HCમાં કાયમી જામીન અરજી કરી
- રાજસ્થાનમાં નોંધાયો છે પોક્સો હેઠળ ગુનો
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે, ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી અને પ્રાંતિજ-તલોદના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ગજેન્દ્રસિંહ પરમારની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
ગુજરાત હાઇકોર્ટે પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ગુનાની ગંભીરતાને જોઇને જામીન ના આપી શકાય. હવે રાજસ્થાન પોલીસ ગમે ત્યારે ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, પૉક્સો એક્ટ હેઠળ પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ ચાલી રહ્યો છે, આ કેસ રાજસ્થાનમાં નોંધાયો હતો.
આપણ વાંચો- કચ્છની કેસર કેરી લંડનના માર્કેટમાં મચાવે છે ધૂમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ